
Pata Pardi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના जया किशोरी जी નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभिनेता प्रकाश राज ने फिर उगला ज़हर,,, कहा मै गाय का बिफ खाना पसंद करता हूँ गाय के मास से मेरी आत्मशक्ति बढ जाती है और मुझें भरपूर मात्रा मे प्रोटीन मिलता है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 480 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અભિનેતા પ્રકાશ રાજ દ્વારા નિવેદન કરવામાં આવ્યુ કે, ગાયનું માંસ ખાવુ મને પસંદ છે. ગાયના માસથી મારી આત્મશક્તિ વધે છે અને ભરપૂર પ્રોટિન મળે છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો પ્રકાશ રાજ જેવા મોટા કદના અભિનેતા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન કરવામાં આવ્યુ હોય તો દેશના તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય, તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે પ્રકાશ રાજના ઓફિશિયલ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટની મુલાકાત લિધી હતી. પરંતુ આ પ્રકારે પ્રકાશ રાજ કોઈ નિવેદન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી પડતાલને મજબૂત કરવા અમે અભિનેતા પ્રકાશ રાજનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે જે અફવાઓ ફેલાવે છે. તેઓ સાબિત કરી બતાવે કે મે આ નિવેદન આપ્યુ હોય, મે ક્યારેય આ પ્રકારે નિવેદન કર્યુ નથી. મને બદનામ કરવા માટે આ પ્રકારે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રકાશ રાજ દ્વારા આ પ્રકારે ક્યારેય પણ નિવેદન આપવામાં ન આવ્યુ હોવનું જણાવવામાં આવ્યું છે. તેમજ આ અંગે કોઈ સમાચાર એજન્સીઓ દ્વારા પણ સમાચાર પ્રકાશિત કરવામાં નથી આવ્યા.

Title:શું ખરેખર અભિનેતા પ્રકાશ રાજ દ્વારા ગાયના માંસ લઈ આ નિવેદન કરવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
