ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફેબ્રુઆરી 2024એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફેબ્રુઆરી 2024એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે.”

FACT CHECK
વર્તમાન અંગ્રેજી કેલેન્ડરએ 45 બીસીમાં રોમન સમ્રાટ જુલિયસ સીઝર દ્વારા બનાવવામાં આવેલ જુલિયન કેલેન્ડરનું સુધારેલું સંસ્કરણ છે. કેથોલિક ચર્ચના નેતા ગણાતા પોપ ગ્રેગરીએ કેલેન્ડરમાં સુધારો કર્યો હતો અને પ્રકાશિત કર્યુ હતુ. તેથી તેનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર પડ્યું. ગ્રેગોરિયન કેલેન્ડર 1582નું છે. કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિના માટે 28 દિવસ હોય છે. માત્ર લીપ વર્ષ 29 દિવસનું આવે છે.
ફેબ્રુઆરીમાં માત્ર 28 દિવસ હોય છે તેથી દર વર્ષે ચાર રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર આવે છે. એકલા લીપ વર્ષમાં કંઈક પાંચ દિવસ હોય. ઉદાહરણ તરીકે 2024 એ લીપ વર્ષ છે. તે મહિનાની પ્રથમ તારીખ ગુરૂવારથી શરૂ થાય છે. તેથી, ફેબ્રુઆરી 2024 પાંચ ગુરૂવાર હશે.

નહિંતર વર્ષ 2021, 2022, 2023માં ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના દિવસો માત્ર ચાર વખત આવે છે. તેના માટે તમે નીચે કેલેન્ડર જોઈ શકો છે. લીપ વર્ષ સિવાય અન્ય તમામ વર્ષોમાં રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અઠવાડિયામાં ચાર વખત આવે છે.

છેલ્લા પાંચ વર્ષથી આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવતા આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થાય છે. જે આ વર્ષે પણ થયો છે. વર્ષ 2016નો આ મેસેજ તમે નીચે જોઈ શકો છો.

અમે પૂરતા પુરાવા સાથે પુષ્ટિ કરી છે કે લીપ વર્ષ સિવાયના અન્ય તમામ વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં ચાર વખત તમામ વાર આવે છે. તેના આધારે, ફેબ્રુઆરી 2024ના નામે શેર કરવામાં આવેલો મેસેજ જે 823 વર્ષમાં એકવાર આવે છે, તે ખોટા હોવાની પુષ્ટિ થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. ફેબ્રુઆરી 2024એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

Title:વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
