
ગુજરાત છે કોંગ્રેસ સાથે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एकवक्तथामोदींजीनेकश्मीरमेंधारा 370 हटानेअनशनकियाथा, औरआज 5 सालसेज्यादाहोगए, खुदप्रधानमंत्रीहै, अबअनशनतोभूलहीजाइये, 370 लिखनाभीनहीआता” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 121 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 370 હટાવવા માટે નરેન્દ્ર મોદી અનશન પર બેઠા હતા.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યાન્ડેક્સ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો. જેથી અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટને સબંધિત કોઈ પરિણામ પ્રાપ્ત થયુ ન હતું. ત્યાર બાદ અમે ગૂગલ પર “नरेन्द्र मोदी ने धारा ३७० हटाने के लिए अनसन किया” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ જાણવા મળ્યુ ન હતું કે, નરેન્દ્ર મોદી ધારા 370ને લઈ ભુખ હડતાળ પર બેઠા હોય. ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી ઉપરોક્ત ફોટોને શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. દરમિયાન અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે ફોટો 1992માં છે. ત્યારે નરેન્દ્ર મોદી ભાજપના સંગઠન મંત્રી હતા. મુરલી મનોહર જોશી દ્વારા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કાઢવામાં આવી હતી. તે યાત્રાના ગુજરાતના સંયોજક મોદી હતા. આ ફોટો ત્યારનો છે. જે સમાચારને દિવ્યભાસ્કર.કોમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમજ દૈનિક ભાસ્કર.કોમ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે આપ નીચે જોઈ શકો છો.


ઉપરોક્ત પોસ્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 370 વિશે નરેન્દ્રમોદી હવે વાત પણ નથી કરતા તો, તે વાત પણ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2019ના સીએનબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં તેઓએ ખુલ્લીને આ વિશે વાત કરી છે. જે આપ નીચે જોઈ શકો છો.
તેમજ ભાજપા દ્વારા તેના લોકસભા 2019ના મેન્યુફેસ્ટોમાં પણ કાશ્મીર માંથી 370ની કલમ નાબુદ કરવાની વાત કરી છે. જે સમાચારને આપ નીચે બિઝનેસ ટુડે દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મોદી કયારેય પણ આર્ટીકલ 370 માટે અનશન પર બેઠા હોવાનું અમારી પડતાલમાં સાબિત થતુ નથી.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી ધારા 370 વિરૂધ્ધમાં અનશન પર બેઠા હતા…? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
