
ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 9 મે 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 187 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા, 61 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવ્યા હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મંત્રી મંડળમાંથી કોળી નેતાને મંત્રીમંડળ માંથી હટાવીને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવામાં આવશે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત જો સાચી હોય તો, ગૂજરાતના રાજકારણ માટે આ ખૂબ મોટા સમાચાર છે. જો અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની વાત સાચી હોય તો ગુજરાતી મિડિયા પર તેની નોંધ લેવામાં આવી જ હોય, તેથી અમે ગૂગલ પર “અલ્પેશ ઠાકોરનો ગુજરાતના મંત્રીમંડળમાં થશે સમાવેશ” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં માત્ર GSTV નામના વેબ પોર્ટેલ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તેમાં આ પ્રકારની વાત કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ આધારભૂત સૂત્રનો હવાલો લેવામાં આવ્યો હતો. ચોક્કસપણે તેમાં પણ કહેવામાં ન હતુ આવ્યુ કે અલ્પેશને મંત્રી બનાવવામાં જ આવશે. GSTV દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.
ત્યારબાદ અમે ગૂજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક ન થતા અમે ગૂજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સાથે વાત કરી હતી. તેમને અમને જણાવ્યુ હતું કે, “તમે જે વાત કરો છો, તે વાત કરવા જેવી જ નથી અને હાલ આવી કોઈ હજુ સુધી સામે નથી આવી”

વધૂ વિગત માટે અમે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડયા જોડે આ અંગે વાત કરી હતી, તેમને અમને જણાવ્યુ હતુ કે, “કોને મંત્રી બનાવવા, કોને કયુ પદ સોપવું તે મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ નક્કી કરતા હોય છે, હાલ સોશિયલ મિડિયામાં માત્ર અફવા જ ફેલાવવામાં આવી રહી છે, આવી કોઈ વાત મુખ્યમંત્રી દ્વારા પણ નથી કરવામાં આવી”

જો કે, અહિંયા એ વાત પણ ધ્યાને લેવી જરૂરી છે કે, હજુ સુધી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા નથી અને તેમનુ ધારાસભ્ય પદ પણ સસ્પેન્ડ કરવાની માંગ પણ કોંગ્રેસ કરી રહી છે. ત્યારે અલ્પેશને મંત્રી બનાવવાની વાત ક્યાંય પણ સામે આવતી નથી.
પરિણામ
આમ, અમારી પોસ્ટમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અલ્પેશ હજુ સુધી ભાજપમાં જોડાયા નથી તેમજ ભાજપ દ્વારા પણ આ વાતને સર્મથન આપવામાં આવ્યુ નથી.

Title:શું ખરેખર વિજય રૂપાણીના મંત્રીમંડળમાં થશે ફેરફાર..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Frany KariaResult: False
