
बेखौफ Gujju નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં : હવે આવી રહી રહ્યુ છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિજય રૂપાણીની ખુરશી જોખમમાં. હવે આવી રહ્યું છે આ કરોડોનું મહાકૌભાંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 626 લોકોએ લાઈક કરી હતી, 30 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 332 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive | Photo Archive
સંશોધન
જો ગુજરાતમાં 50 કરોડ રૂપિયાનું કૌભાંડ સરકારી વિભાગમાં થયું હોય અથવા થયા અંગેની ચર્ચા ચાલતી હોય તો આ સમાચાર સ્થાનિક સમાચારપત્રો તેમજ ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોય તેથી અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને ઘાસચારા કૌભાંડ ગુજરાત સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ગુજરાતમાં આ પ્રકારનું કોઈ કૌભાંડ થયું હોય કે થવાનું હોય તેવું અમને જાણવા મળ્યું ન હતું અને કોઈ પણ ઠોસ પરિણામ પણ મળ્યા ન હતા. તેથી અમે અમારી તપાસને આગળ વધારી હતી અને રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ જોડે આ અંગે વાત કરી હતી અને આ પ્રકારે કોઈ કૌભાંડ થયું છે કે કેમ? તે અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારનું કોઈ કૌભાંડ ગુજરાતમાં થયું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી.

ત્યાર અમે ગુજરાત હાઈકોર્ટના એક જાણીતા વકીલ સાથે વાત કરતા તેમણે પણ અમને એવું જણાવ્યું હતું કે, હાલમાં 50 કરોડ રૂપિયાનું કૌભાંડ ગુજરાતમાં થયું હોય એવી કોઈ ફરિયાદ કે પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હોય એવું મારા ધ્યાને નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ કૌભાંડ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારનું કોઈ જ કૌભાંડ થયું નથી પરંતુ વિપક્ષ દ્વારા આ પ્રકારે ખોટા ગપગોળા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉપરોક્ત મળેલા પરિણામો તેમજ મુખ્ય સચિવના જણાવ્યા પ્રમાણે 4 મે, 2019ની સ્થિતિએ ગુજરાતમાં 50 કરોડ રૂપિયાનું કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ કૌભાંડ સાબિત થતું નથી અને જો કોઈ કૌભાંડ જ બહાર ન આવે તો રૂપાણી સરકારની ખુરશી જોખમમાં આવવાની વાત સાબિત થતી નથી. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 4 મે, 2019ની સ્થિતિએ પૂરતું સંખ્યાબળ છે તેમજ હોર્સ ટ્રેડિંગની કોઈ વાત પણ સામે આવી નથી ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
