શું ખરેખર મે મહિનામાં તેર દિવસ બેંક બંધ રહેશે..? જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

વીટીવી ગુજરાતી ન્યુઝ દ્વારા 1 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, મે મહિનામાં 13 દિવસ બંધ રહેશે બેંક, પહેલા જ કરી લો રોકડની વ્યવસ્થા શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મે મહિનામાં 13 દિવસ બેંક બંઘ રહેશે. આ પોસ્ટ પર 3100 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 82 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 596 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત પોસ્ટ ધ્યાનથી વાંચતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે,રવિન્દ્રનાથ ટાગોર જયંતિ નિમિત્તે ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં બેંક બંધ રહેશે. પરંતુ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર 9 મેના રોજ માત્ર પશ્વિમ બંગાળમાં જ બેંક હોલી-ડે હોવાનું જાણવા મળ્યું હતું.

ARCHIVE

જો કે, ઉપરોક્ત પોસ્ટમાં જે રીતે જણાવવામાં આવ્યું છે કે, મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે  તો અમે આરબીઆઈની વેબસાઈટ પર વિઝિટ કરતા અમને જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં મે મહિનામાં તો બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજા સિવાય કોઈ બેંક હોલી-ડે નથી.

ARCHIVE

તેમજ ઉપરોક્ત પોસ્ટમાં જે આર્ટિકલ શેર કરવામાં આવ્યો છે, તેમાં ક્યાંય પણ જણાવ્યું નથી કે, 1 મેના રોજ કયા રાજ્યમાં બેંકો બંધ રહી હતી, તેમજ RBIની ઓફિશિયલ વેબસાઈટ પર પણ ભારતના કોઈ પણ રાજયમાં 13 દિવસ બેંક બંધ રહેવાની છે તેવું દર્શાવવામાં આવ્યું નથી.

જો, તેર દિવસ બેંક બંધ રહેવાની જ ન હોય તો, રોકડની તકલીફ પડવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ભારતના કોઈપણ રાજ્યમાં તેર દિવસ સુધી બેંક બંધ રહેવાની નથી. જો તેર દિવસ સુધી બેંક બંધ રહેવાની નથી તો રોકડની તકલીફ પડવાનો સવાલ જ ઉભો નથી થતો. ઉપરોક્ત આર્ટિકલની હેડલાઈન અને માહિતી લોકો સુધી ખોટી રીતે પહોંચી રહી છે.

Avatar

Title:શું ખરેખર મે મહિનામાં તેર દિવસ બેંક બંધ રહેશે..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Frany Karia 

Result: False