શું ખરેખર બ્રાઝીલની કરન્સી નોટ પર ગીર ગાય જોવા મળે છે..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Kheti Jagat આપ ખેતી કરો છો તો આ પેજ લાઈક કરો નામના ફેસબુક પેજ દ્વારા તા 1 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આખા ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યને ગૌરવ લીધા જેવી વાત જય જય ગરવી ગુજરાત શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 510 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 7 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 453 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બ્રાઝિલની કરન્સી અને ટપાલ ટિકિટ પર ગીર ગાય જોવા મળી છે.

ARCHIVE  |  PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે સૌપ્રથમ અમે ગૂગલ પર “cow picture in brazil currency” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

gooogle search 1 0.png

ARCHIVE LINK

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ બ્રાઝિલની કરન્સીમાં ગીર ગાયનો ફોટો મુકવામાં આવ્યો હોય તેવુ જાણવા મળ્યુ ન હતું. ત્યાર બાદ વધુ પડતાલ માટે ગૂગલ પર “cow picture in brazil postal ticket” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

gooogle search 1 .png

LINK ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બ્રાઝિલની ટપાલ ટિકિટ પર ગીર ગાયનો ફોટો મુકવામાં આવ્યો હોય તેવુ પ્રાપ્ત થયુ ન હતું. ત્યારબાદ ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આર્ટિકલ અમે ધ્યાનથી વાંચતા તેમાં ક્યાંય પણ દર્શાવવામાં આવ્યુ ન હતુ કે કયારે, કોને અને કેટલી રકમના સિક્કા પર ગીર ગાયને સ્થાન આપવામાં આવ્યુ છે.

જોકે, વધૂ પડતાલ શરૂ રાખતા બ્રાઝિલની બેંક “BANCO CENTRAL DO BRASIL” ની સાઈટ પર જઈ તપાસ કર્યુ હતી પરંતુ અમને ક્યાંય પણ ચલણી નોટ પર ગીર ગાયનો ફોટો મુકવામાં આવ્યુ હોય તેવુ પ્રાપ્ત થયુ ન હતુ.

BRAZIL BANK.png

LINK ARCHIVE

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બ્રાઝિલની કરન્સીમાં ક્યાંય પણ ગીર ગાયને સ્થાન આપવામાં આવ્યુ હોય તેવુ સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર બ્રાઝીલની કરન્સી નોટ પર ગીર ગાય જોવા મળે છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False