હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાધુનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે જેની આસપાસ એક સરખા ગણવેશમાં અન્ય લોકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ 201 વર્ષીય વિશ્વના સૌથી વૃદ્ધ તિબેટીયન બૌદ્ધ સાધુ છે, જે નેપાળના પર્વતોમાં ધ્યાન કરી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 201 વર્ષીય બૌદ્ધ સાધુનો નથી. તે થાઈલેન્ડના 92 વર્ષીય સાધુ નો છે જેનું 2017માં અવસાન થયું હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chirag Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ 201 વર્ષીય વિશ્વના સૌથી વૃદ્ધ તિબેટીયન બૌદ્ધ સાધુ છે, જે નેપાળના પર્વતોમાં ધ્યાન કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

સૌથી પહેલા તો ચાલો જાણી લઈએ કે આ ફોટો ક્યાંનો છે. રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે આ ફોટો એક સાધુનો છે જેનું 2017માં થાઈલેન્ડમાં મૃત્યુ થયું હતું.

ડેઇલી મિરર અનુસાર તેનું નામ લુઆંગ ફોર પિયાન હતું. 16 નવેમ્બર 2017 ના રોજ 92 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના મૃતદેહને બે મહિના પછી રિવાજ મુજબ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો.

ડેઈલી મિરર

પિયાન મૂળ કંબોડિયાના હતા. જો કે, તેમની આખી કારકિર્દી થાઈલેન્ડમાં વિતાવી. તેઓ લોપુર વિસ્તારમાં પ્રસિદ્ધ બૌદ્ધ ગુરૂ હતા. બેંગકોકની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

જ્યાં તેઓ ગુરૂ હતા તે મંદિરમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને રિવાજ મુજબ કપડાં બદલવા માટે બહાર કાઢવામાં આવ્યો હતો. મેટ્રો યુકેની વેબસાઈટ અનુસાર તે સમયે તેમના ચહેરા પર સ્મિત જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું.

મેટ્રો યુકે

વર્ષ 2015માં મંગોલિયામાં બૌદ્ધ સાધુનો 201 વર્ષ જૂનો મૃતદેહ મળી આવ્યો હતો. ધ્યાનની મુદ્રામાં બેઠેલા આ સાધુઓ 'તુકદમ' નામની આધ્યાત્મિક અવસ્થામાં જોવા મળે છે.

ઈંડિપેડંટ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 201 વર્ષીય બૌદ્ધ સાધુનો નથી. તે થાઈલેન્ડના 92 વર્ષીય સાધુ નો છે જેનું 2017માં અવસાન થયું હતુ.

Avatar

Title:શું ખરેખર આ ખરેખર 201 વર્ષના બૌદ્ધ સાધુનો ફોટો છે..?

Fact Check By: Yogesh Karia

Result: False