મોદીને વોટ આપવા ખરેખર યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી..?
14 એપ્રિલ 2019ના ખબર છે. કોમ નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. યુવકે PM મોદીને વોટ આપવા છોડી ઓસ્ટ્રેલિયાની નોકરી હેડલાઈન સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેગ્લોરના એક યુવાને નરેન્દ્ર મોદીને જીતાડવા અને ભાજપને વોટ આપવા માટે ઓસ્ટ્રલિયાના એરપોર્ટ પરની નોકરી છોડી દીધી હતી. આ પોસ્ટને 178 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલની મદદ લેવાનુ નક્કી કર્યુ હતુ અને ગૂગલ પર “man quits job in Australia to vote for narendra modi?” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા.
ઉપરોક્ત પરિણામોમાં મોટાભાગના મિડિયા હાઉસ દ્વારા ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના જ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ઓસ્ટ્રલિયામાં નોકરી છોડનાર સુધ્ધીન્દ્રા હેબબારનુ ઈન્ટરવ્યુ પણ લેવામાં આવ્યુ હતુ. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, “નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની છબી બદલી છે જેના કારણે મને મારા ભારતિય હોવા પર ગર્વ છે, હાલ રજા ના અભાવે મે મારી નોકરી છોડી દીધી છે અને નરેન્દ્ર મોદીને મત આપીશ.”
ત્યાર બાદ પણ અમે અમારી પડતાલ કાર્યવાહી ચાલુ રાખી હતી અને યુ ટ્યુબ પર પણ અમને ટોલીવુડ નગર નામની ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વિડીયો પ્રાપ્ત થયો હતો, જેમા પણ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો સાબિત થાય છે, સુધ્ધીન્દ્રા હેબબાર નામના યુવાન દ્વારા ઓસ્ટ્રલિયાની પોતાની નોકરી માત્ર ભાજપને વોટ આપવા માટે જ છોડી હતી.
Title:મોદીને વોટ આપવા ખરેખર યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી..?
Fact Check By: Frany KariaResult: True