
ગુજરાતી લેપટોપ નામના પેજ દ્વારા 15 એપ્રિલ 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ “કોઈ #મોદી કે #શાહ ની નહિ બંગાળા મા યોજાયેલી #રાહુલ_ગાંધી ની રેલી નો વ્યુ છે…” શીર્ષક હેઠળ રાહુલ ગાંધીના ફોટો સાથે બીજા 2 ભીડના ફોટો શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ પર 232 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 12 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા અને 194 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ખરેખર પશ્ચિમ બંગાળની રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, તેની પડતાલ કરવી જરૂરી હતી, તેથી અમે સૌપ્રથમ ઉપરોક્ત પોસ્ટમાંથી એક ફોટો લઈ ગૂગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત સર્ચ બાદ અમને મળેલા પરિણામોમાં અમને જાણવા મળ્યું હતું કે 23 માર્ચ 2019ના રોજ પશ્ચિમ બંગાળના માલ્દામાં રાહુલ ગાંધીએ રેલીનું આયોજન કર્યું હતું. મોટાભાગના મીડિયા માધ્યમ દ્વારા આ રેલી અંગે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સાથેના ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

INDIAN EXPRESS | ARCHIVE |
newsroompost.com | ARCHIVE |
Dailyhunt.in | ARCHIVE |
વધુ પડતાલ કરવા અમે ફેસબુકમાં રાહુલ ગાંધીના ઓફિશિયલ પેજની મુલાકાત લીધી હતી ત્યાંથી અમને 23 માર્ચના અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો હતો. જેમા માલ્દાની જનતાનો આભાર માનવામાં આવ્યો હતો, અને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો પણ અપલોડ કરવામાં આવ્યા હતા. આમ, ઉપરોકત પોસ્ટ અમારી પડતાલમાં સાચી સાબિત થાય છે.
પરિણામ
આમ અમારી પડતાલ/તપાસમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે. રાહુલ ગાંધીની 23 માર્ચની સભામાં ભીડ જમા થઈ હતી. અને તે સભાના જ ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા.

Title:શું ખરેખર રાહુલ ગાંધીની રેલીમાં ઉમટ્યું હતું માનવ મહેરામણ..?
Fact Check By: Franny KariaResult: True
