
Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 296 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Face book | Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે મોદીએ વાંદરાઓના વિકાસની વાત કરી હોય એવી માહિતી ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ વીડિયોનો ઓરિજનલ વીડિયો અમને ઉપરના પરિણામોમાં પ્રાપ્ત થયો હતો. આ વીડિયો ઓક્ટોબર 2017 માં જ્યારે મોદીએ દ્વારકામાં ભાષણ કર્યું ત્યારનો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરના સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે, પ્રધાનમંત્રી મોદી વાંદરાઓના વિકાસની નહીં પરંતુ ગુજરાતના બંદરો એટલે કે Port ના વિકાસની વાત કરે છે. જે તમે ઉપરના વીડિયોમાં 13.05 મિનિટથી 13.55 મિનિટ સુધી જોઈ શકો છો. ઉપરની પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયોમાં એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આમ, ઉપરના વીડિયોમાં પ્રધાનમંત્રી બંદરોનો વિકાસ એટલે કે અંગ્રેજીમાં Port Led Develop ની વાત કરી રહ્યા છે. જેને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ખોટી રીતે પ્રયોજવામાં આવી રહ્યું છે.
અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, ગુગલ ટ્રાન્સ્લેટમાં ગુજરાતી શબ્દ બંદરને અંગ્રેજીમાં શું કહેવાય? એ સર્ચ કરતાં તેનો મતલબ Port તરીકે જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત સરકારી દસ્તાવેજોમાં પણ પોર્ટની જગ્યાએ બંદર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં પ્રધાનમંત્રી વાંદરાઓના વિકાસની નહીં પરંતુ બંદરો એટલે કે Port ના વિકાસની વાત કરી રહ્યા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
