
Mukesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે 9 વાગ્યા પછી ના સમાચાર છે Live સુરત news ધ્યાન થી સાંભળો જેટલા ગ્રુપ હોય તેટલા માં send કરો સવાર મા બધાની પાસે આ messege પોહચી જાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં ભિખારીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે જે વિડિયો ક્લિપ શેર કરવામાં આવી છે તે અધૂરી છે. અમને આ વિડિયોની ઓરિજનલ ક્લિપ પ્રાપ્ત થઈ હતી. જેમાં એસપી દ્વારા આ પ્રકારે કોઈ ગેંગ સક્રિય ન હોવાનું જણાવવામાં આવ્યુ છે. તેમજ તે વાતનું સંપૂર્ણ ખંડન કરવામાં આવ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો. ગોરખપુર ન્યુઝ નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2019ના આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગોરખપુર ન્યુઝના એડિટર હનુમાન સિંઘ ભગેતનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારા સમાચારની ક્લિપને વચ્ચેથી કાપી અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા વાયરલ કરવામાં આવી રહી છે. જે અંગે ગોરખપુરમાં કેંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવવામાં આવી છે.” તેમજ વધૂમાં તેમણે એ પણ જણાવ્યુ હતુ કે, “હેલ્લો એપ્લીકેશનનો ઉપયોગ કરી અને આ વિડિયોમાં છેડછાડ કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બર 2019ના અમે અમારી યુટ્યુબ ચેનલ પર તેનો ખુલ્લાસો પણ કર્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપને ઓરિજનલ ક્લિપ માંથી કાપી લોકોમાં ભ્રામક્તા ફેલાવવા વાયરલ કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર સુરતમાં ભિખારીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
