‎‎‎‎Bharvi Kumarનામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ફોટો રીયલ છે પણ જોઈ લો આ શું લખેલ છે એલા ગુજરાતીઓ જે ઉપર લખ્યું છે એ સૂચનાનો અમલ કરજો જે ઉપર લખ્યું છે એવું કામ ન કરતા ☺️☺️☺️. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સાચો છે અને તેમાં જે લખાણ કરવામાં આવ્યું છે તેનો ગુજરાતીઓએ અમલ કરવો જોઈએ. આ પોસ્ટને 126 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગમાં ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતું લખાણ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને TV9 Gujarati દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અમદાવાદ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં કરવામાં આવેલી તૈયારીઓ બતાવવામાં આવી છે. જેમાં તમે 0.30 સેકન્ડ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને જોઈ શકો છો. જેમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવ મુજબનું કોઈ જ લાખાણ જોવા મળતું નથી. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને thewirehindi.com દ્વારા પણ 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું લખાણ જોઈ શકાતું નથી.

Archive

આ ઉપરાંત અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ ફોટો સાથેના સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiatimes.com | deccanherald.com | ahmedabadmirror.indiatimes.com

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:અમદાવાદમાં ટ્રમ્પના આગમાન માટે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગનો એડિટેડ ફોટો થયો વાયરલ... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False