શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા, આ રીતે માત્ર 350 રૂ. આવી જસે ઘરે... ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 132 જેટલા લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ડ્રાઈવિંગ લાયસન્સ માટેનો ખર્ચ સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-www.google.com-2019.06.18-01-38-21.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં અમે યુ ટ્યુબનો સહારો લઈ ડ્રાઈવિંગ લાયસન્સ માટેનો ખર્ચ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.18-01-44-56.png

Archive

ઉપરના પરિણામોમાં અમને એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા અંગેની તમામ માહિતી દર્શાવવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારા સંશોધનમાં અમને ક્યાંય પમ એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી કે, 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓમાં એક જ ટેસ્ટ આપી ઘરે આવી જાય. અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સરકારની એક ઓફિશિયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાથી માંડીને તેને રિન્યૂ કરવા સુધીની તમામ માહિતી આપવામાં આવી હતી. આ અંગેની સંપૂર્ણ માહિતી તમે નીચેની લિક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Driving Licence Details | Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ઠોસ પુરાવાની જરૂર જણાતાં અમે ગુગલમાં How many expense of Driving License in gujarat? સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.18-03-38-15.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ગુજરાત સરકારની પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાયસન્સના ખર્ચાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થી હતી. આ માહિતીમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટેનો ખર્ચ ઓછામાં ઓછો 700 રૂપિયા તો થાય જ છે. એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-rtogujarat.gov.in-2019.06.18-03-31-50.png

Archive

ઉપરના તમામ પરિણામો બાદ અમે આરટીઓ ઓફિસમાં ફરજ પરના અધિકારી સાથે પણ આ અંગે વાત કરી હતી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, માત્ર 350 રૂપિયામાં આરટીઓમાં એક ટેસ્ટ આપવાથી લાયસન્સ ઘરે આવી જાય એ વાત તદ્દન ખોટી છે.

અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતીમાં અમને એવું જાણવા મળ્યું હતું કે, ડ્રાઈવિંગ લાયસન્સ માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરીને કોમ્પ્યુટર ટેસ્ટ માટે તારીખ લઈ એ ટેસ્ટ પાસ કર્યા બાદ તમને કાચુ લાયસન્સ મળે છે અને ત્યાર બાદ ફરી પાકા લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની તારીખ લઈ એ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ડ્રાઈવિંગ લાયસન્સ તમારા ઘરે પોસ્ટ મારફતે સરકાર દ્વારા પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવે છે.

ઉપરોક્ત પોસ્ટમાં ડ્રાઈવિંક લાયસન્સ માટે આપવામાં આવેલી માહિતી અધૂરી અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે. તેમજ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ નીકળતું હોવાની માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ નીકળતું હોવાની માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False