સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે સ્ટેશન પર મોબાઈલ ફોનમાં બ્લૂટૂથ અને ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યો હતો.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે સ્ટેશન પર મોબાઈલ ફોનમાં બ્લૂટૂથ અને ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 8 ડિસેમ્બર, 2022ના ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના ખડગપુર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ઉભા હતા ત્યારે એક તૂટેલા હાઇ-વોલ્ટેજ વાયર TTE અધિકારીના માથા પર પડ્યો હતો, ઇ આ અકસ્માતમાં દાઝી ગયેલા અધિકારીનું નામ સુજાન સિંહ સરદાર છે. ઘટનાસ્થળે રેલ્વે સ્ટાફ અને મુસાફરો દ્વારા સુજાન સિંહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો.

India Today | Archive

ભારતીય રેલ્વેના ચીફ પ્રોજેક્ટ મેનેજર અનંત રૂપાંગુડીએ 8 ડિસેમ્બર, 2022ના રોજ આ જ વીડિયો શેર કર્યો અને કહ્યું, “ગઈકાલે બપોરે ખડગપુર સ્ટેશન પર એક વિચિત્ર ઘટના બની, એક પક્ષી કેબલનો લાંબો ટુકડો લઈ ગયો. આ ટુકડો OHE વાયરના સંપર્કમાં આવ્યો અને બીજો છેડો નીચે TTE અધિકારીના માથાને સ્પર્શ્યો. આ અકસ્માતમાં અધિકારી ચોંકી ગયો હતો અને દાઝી ગયો હતો. પરંતુ હવે તે ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે."

Archive

જ્યારે ડીઆરએમ અધિકારી, ડિવિઝનલ રેલવે મેનેજર, ખડગપુરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. TTE અધિકારી સુજાન સિંહને વીજળીનો કરંટ લાગ્યો ન હતો કારણ કે તેના કાનમાં બ્લૂટૂથ ઇયરફોન અથવા વાયરલેસ બડસ હતા. આ અકસ્માત 7 ડિસેમ્બર, 2022 ના રોજ બપોરના સુમારે થયો હતો. હાઈવોલ્ટેજનો વાયર માથા પર પડતાં તેને ઈજા થઈ હતી. પરંતુ હવે તેઓ ખુશ છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બ્લુટુથ અને ઇયરફોનના કારણે કરંટ લાગ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાઈવોલ્ટેજ લાઈનનો વાયર માથા પર પડતાં તેમને ઈજા પહોંચી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રેલવે સ્ટેશન પર બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False