આ વીડિયો જૂનો છે, તાજેતરની લોકસભા ચૂંટણીના પ્રચાર સાથે કોઈ લેવાદેવા જ નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે અને તમામ તાકાત લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચારની સાથે સાથે મતદારોને રીઝવવાના પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના માટે પક્ષો પોતપોતાની પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે એક નેતા કેટલાક લોકોને દારૂ અને જીવતા મરઘીઓ વહેંચી રહ્યા છે. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં ભારતમાં ચૂંટણી પણ લખેલુ જોવા મળે છે. યુઝરનો દાવો છે કે, “હાલની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા દારૂ તથા મરઘા લોકોને વહેચવામાં આવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા દારૂ તથા મરઘા લોકોને વહેચવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને કેટલાક મીડિયા અહેવાલો મળ્યા જે દર્શાવે છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. 5 ઓક્ટોબર, 2022 ના રોજ પ્રકાશિત દૈનિક ટ્રિબ્યુન અનુસાર, TRS નેતા 'રાષ્ટ્રીય પક્ષની શરૂઆતની ઉજવણી માટે જીવંત ચિકન, દારૂનું વિતરણ કરે છે'.

પછી અમને ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ મળ્યો જે 4 ઓક્ટોબર 2022ના રોજ પ્રકાશિત થયો હતો. તેમાં આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે કેવી રીતે ટીઆરએસ નેતાએ સીઆરની રાષ્ટ્રીય પાર્ટીના લોન્ચિંગ પહેલા દારૂ અને ચિકનનું વિતરણ કર્યું હતું. KCR બુધવારે રાષ્ટ્રીય પક્ષ માટે નવા નામની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જે અંતર્ગત, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશવા અને ભાજપને ટક્કર આપવાના પ્રયાસમાં, પાર્ટી "તેલંગાણા સુશાસન મોડલ" પર ભાર આપી રહી છે. TRS નેતા રાજનાલા શ્રીહરિએ 200 સ્થાનિક કાર્યકરોને દારૂની બોટલો અને ચિકનનું વિતરણ કર્યું હતું. આ અહેવાલમાં આપણે અહીં વાયરલ વીડિયો પણ જોઈ શકીએ છીએ. રિપોર્ટમાં ANI દ્વારા કરવામાં આવેલ ટ્વિટ પણ જોડવામાં આવી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જે 4 ઓક્ટોબર, 2022ના રોજ પ્રકાશિત થયો હતો. તેલંગાણાના મુખ્યમંત્રી બુધવારે 'વિજયાદશમી'ના અવસર પર રાષ્ટ્રીય રાજકારણમાં તેમના પ્રવેશની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છે. તે જ ઉજવણી કરવા માટે, TRS નેતા રાજનાલા શ્રીહરિ સ્થાનિકોને દારૂની બોટલ અને ચિકન આપતા જોવા મળ્યા હતા. વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રી પુત્ર કેટી રામારાવના બે લાઈફ સાઈઝ કટઆઉટ જોવા મળ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો જૂનો છે, તાજેતરની લોકસભા ચૂંટણીના પ્રચાર સાથે કોઈ લેવાદેવા જ નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન મુરઘી અને દારૂની વહેચણી કરી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False