
Keyur Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पाकिस्तान में एक हिन्दू ने भगवा ध्वज अपने मकान पर क्या लगाया सभी हिन्दुओ की आफत आ गयी। यहाँ भारत में पाकिस्तान का झण्डा लगाकर मुसलमानो के जशन मनाने पर भी कोई कार्यवाही नही इस वीडियो को इतना शेयर करो की कल तक हर एक न्यूज़ चैनल में आ जाये, देखें वीडियो” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 14 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં ઘર પર ભગવો ધ્વજ ફેલાવનાર હિન્દુ પરિવાર પર પોલીસે હુમલો કર્યો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી BBC.COMનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના જૂન 2013માં બની હતી. ફૈસલાબાદમાં પાકિસ્તાન એલીટ ફોર્સના જવાનોની ટીમ દ્વારા લોકોના ઘરમાં ધરાર ઘુસી માર મારવામાં આવ્યો હતો. વિજળીની સમસ્યાને લઈ ચાલી રહેલું પ્રધર્શન હિંસક બન્યુ હતુ. જેની કાર્યવાહી દરમિયાન આ ઘટના બનવા પામી હતી.”

તેમજ અમને ROZE.TV નામની વેબસાઈટનો 12 જૂન 2013નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના બાદ ત્રણ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામા આવ્યા હતા, જેમાં બાબર મસીહ, તૌસીફ અહેમદ, આબીદ હુસેનનો સમાવેશ થાય છે. એસએસપી એડમિન આ મામલાની તપાસ કરશે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2013નો પાકિસ્તાનના ફૈસલાબાદનો છે. વિજળીની સમસ્યાને લઈ ચાલી રહેલુ પ્રદર્શન હિંસક બનતા પોલીસ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને કોઈ સમુદાય સાથે લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2013નો પાકિસ્તાનના ફૈસલાબાદનો છે. વિજળીની સમસ્યાને લઈ ચાલી રહેલુ પ્રદર્શન હિંસક બનતા પોલીસ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને કોઈ સમુદાય સાથે લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ભગવો ધ્વજ ફરકાવનાર પર પાકિસ્તાની પોલીસે હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
