લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ તેને રસ્તો આપી રહ્યા છે. તેમનું અપમાન નથી કરી રહ્યા.

હાલમાં ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ ગૃહમંત્રી લાલ અડવાણીને હાલમાં ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમિત શાહ અને અડવાણીને જોઈ શકાય છે આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ દ્વારા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહ દ્વારા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓરિજનલ અને સંપુર્ણ ફોટો ગેટ્ટી ઈમેજ પર પ્રાપ્ત થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે હાથ મિલાવવા જઈ રહ્યા છે અને અમિત શાહ તેમને રસ્તો આપી રહ્યા છે. જે વાયરલ તસ્વીરમાં કાપી નાખવામાં આવ્યુ છે.

ગેટ્ટી ઈમેજ

તેમજ ગેટ્ટી ઈમેજ દ્વારા અન્ય ફોટો પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં પણ જોઈ શકાય છે કે અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, અને યોગી આદિત્યનાથ પાસ પાસે બેસેલા છે. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

તેમજ વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે દોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, લાલ કૃષ્ણ અડવાણી અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ તેને રસ્તો આપી રહ્યા છે. તેમનું અપમાન નથી કરી રહ્યા. ઓરિજનલ ઈમેજને ક્રોપ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અમિત શાહ દ્વારા લાલ કૃષ્ણ અડવાણીનું અપમાન કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False