
હાલ સોશિયલ મિડિયામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા વેક્સિનને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, શિવરાજ સિંહ દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં ન હતુ આવ્યુ કે, પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ashwin Jasani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વેક્સિન ને લઈ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વેક્સિનને લઈ શું નિવેદન આપવામાં આવ્યુ છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલમાં હું વેક્સિન નહિં લગાવુ, જેમને પ્રાથમિકતા આપવામાં આવે છે તેમને પહેલા વેક્સિન આપવામાં આવે. ત્યાર બાદ મારો નંબર આવશે.”

તેમજ પોસ્ટ સાથે જે સ્ક્રિન શોટ શેર કરવામાં આવ્યો છે તે બોલતા હિન્દુસ્તાનનો છે. તેથી અમે આ વેબસાઈટ પર આ આર્ટિકલ શોધ્યો હતો. તેમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત કહેવામાં આવી ન હતી. આ આર્ટિકલ તમે નીચે વાંચી શકો છો.

તેમજ ANI દ્વારા શિવરાજસિંહ ચૌહાણનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલમાં હું વેક્સિન નહિં લગાવુ, જેમને પ્રાથમિકતા આપવામાં આવે છે તેમને પહેલા વેક્સિન આપવામાં આવે. ત્યાર બાદ મારો નંબર આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, “શિવરાજ સિંહ દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં ન હતુ આવ્યુ કે, પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.”

Title:શું ખરેખર વેક્સિનને લઈ મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ દ્વારા વિવાદાસ્પદ નિવેદન અપાયુ….?
Fact Check By: Yogesh KariaResult: False
