આ વીડિયો ડેનમાર્કના વડાપ્રધાનનો છે જ્યાં તેમને ઓફિશિયલ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બકિંગહામ પેલેસનો વીડિયો છે. બકિંગહામ પેલેસની મુલાકાત લેનારા મોદી પહેલા વડાપ્રધાન નથી.

ઈન્ટરનેટ પર વડાપ્રધાન મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈંગ્લેન્ડની રાણીએ તેને પોતાના મહેલમાં ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આ તેનો વીડિયો છે. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “વડાપ્રધાન મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે જેમને ઈંગ્લેન્ડની રાણી દ્વારા ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pradep Thakur નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે જેમને ઈંગ્લેન્ડની રાણી દ્વારા ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોમાં જોયુ તો અમને તેમાં http://www.kongehuset.dk/ લખેલું જોયું. આને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ડેનમાર્કના રોયલ હાઉસની સત્તાવાર વેબસાઇટ મળી. તેના દ્વારા અમે તેમનું ફેસબુક પેજ ચેક કર્યું. અમને ત્યાં 4 મે 2022ના રોજ પ્રસારિત થયેલો આ જ વીડિયો મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન મોદી ડેનમાર્કની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ ક્વીન માર્ગ્રેથે દ્વિતીયે ડિનરનું આયોજન કર્યું હતું જેમાં પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમાલીનબોર્ગમાં ક્રિશ્ચિયન VII ના મહેલના હોલ ઓફ નાઈટસમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આને ધ્યાનમાં રાખીને, જ્યારે અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું, ત્યારે અમને 4 મે, 2022ના રોજ વડા પ્રધાન મોદીએ શેર કરેલી આ ડિનરની કેટલીક તસવીરો મળી. તેની સાથે તેણે લખ્યું કે, તે કોપનહેગનમાં ડેનમાર્કના રાજ્યની રાણી માર્ગ્રેથે II ને મળ્યા. તમે નીચે આ પોસ્ટ જોઈ શકો છો.

Archive

આના પરથી આપણે કહી શકીએ કે આ વીડિયો ઈંગ્લેન્ડનો નથી પરંતુ ડેનમાર્કનો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ડેનમાર્કની રાણી સાથે જોવા મળી રહ્યા છે.

આગળ વધીને, અમે તપાસ કરી કે શું પીએમ મોદીને ઈંગ્લેન્ડની રાણી દ્વારા ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 13 નવેમ્બર 2015ના રોજ, નરેન્દ્ર મોદીની અધિકૃત વેબસાઈટએ અહેવાલ આપ્યો હતો કે, વડાપ્રધાન મોદીને રાણી એલિઝાબેથ દ્વારા બકિંગહામ પેલેસમાં લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે પીએમ મોદી એવા પહેલા પીએમ નથી કે જેમને ઈંગ્લેન્ડની રાણીએ બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હોય. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 1969માં બોલાવવામાં આવ્યા હતા અને વર્ષ 2009માં બકિંગહામ પેલેસમાં જ ડો.મનમોહન સિંહને મળ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે ડેનમાર્કની રાણીએ વડાપ્રધાન મોદીને ઓફિશિયલ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીને ઈંગ્લેન્ડની રાણી દ્વારા ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ આમંત્રિત કરાયેલા પ્રથમ વડાપ્રધાન નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: ડેન્માર્કનો પીએમ મોદીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing context