સુરતના તડકેશ્વર વિસ્તારમાં બાળક ચોરી કરતી ગેંગ આવી હોવાના નામે ફેલાઈ રહી છે અફવા…. જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ કોઈ ગેંગના સભ્ય ન હતા. પરંતુ દોરડા વેંચવા માટે આવ્યા હતા.

ગુજરાતમાં ઠેર-ઠેરથી બાળકો ઉઠવતી ગેંગ સક્રિય હોવાની અફવાઓ ઉઠી રહી છે. આ જ અફવાને પગલે 2 મહિલાને અમદાવાદમાં લોકોએ મારમારી હતી. ત્યારે હાલમાં એક સુરત શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સુરતના તડકેશ્વર વિસ્તારમાંથી બાળકોને ઉઠાવતી ગેંગના 7 સભ્યો પકડાયા જેમાં 3 મહિલા અને 4 પુરૂષ છે જેણે બાળક ચોરી કરવામાં આવી હોવાનું કબલ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Samir Ahmad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 September 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતના તડકેશ્વર વિસ્તારમાંથી બાળકોને ઉઠાવતી ગેંગના 7 સભ્યો પકડાયા જેમાં 3 મહિલા અને 4 પુરૂષ છે જેણે બાળક ચોરી કરવામાં આવી હોવાનું કબલ્યુ.”

Facebook | Fb post Archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોને સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હમ ટીવી ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ પર વાયરલ મેસેજ ને લઈ આપેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ તેમા કોઈ આધાર પુરાવો આપવામાં આવ્યો ન હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ સિવાય કોઈ મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા ન હતા. તેથી અમે માંડવી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. 

જ્યા હાજર પીએસઓ ભારતીબેન દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારની કોઈ ફરિયાદ અમારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી.  આ માહિતી તદ્દન ખોટી છે.

તેમજ વધુ તપાસ માટે અમે માંડવી પોલીસ સ્ટેશનના આસ્ટિન્ટ સબ ઈન્સપેક્ટર નાનસિંગભાઈ ચૌધરીનો સંપર્ક સાઘ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લોકો દ્વારા ત્રણ મહિલા સહિતના શખ્સોને પકડી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અમારો સ્ટાફ ત્યા પહોંચ્યો હતો અને મોબલિંચિગ ન થાય તે માટે આ તમામને પોલીસ સ્ટેશન પર લઈ આવવામાં આવ્યા હતા. તેમની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે તેઓ દોરડા વહેંચવા માટે આવ્યા હતા ન કે બાળકોને ઉઠવવા, તેમજ તેમની પાસે પણ 2 મહિનાનું બાળક હતુ બાળક ઉઠવવાની વાત તદ્દન ખોટી છે. આ વાત સત્યથી વિહોણી છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.” 

આ પહેલા પણ બાળકોને ઉઠાવતી ગેંગના નામે ખોટા મેસેજ વાયરલ થયા હતા. જેનું પણ ફેક્ટ ચેક ફેક્ટ ક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ ગેંગ સુરતમાં આવી ન હોઈ જે મહિલાઓને લોકોએ પકડી હતી તે મહિલા દોરડા વહેંચવા આવી હતી. જેની પૃષ્ટી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સુરતના તડકેશ્વર વિસ્તારમાં બાળક ચોરી કરતી ગેંગ આવી હોવાના નામે ફેલાઈ રહી છે અફવા…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False