
શાહિન બાગના પ્રદર્શનકારીઓ વિરોદ ચાર્લી હેબ્દોના કાર્ટુનને સંબંધિત એક ફોટો સોસિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાર્લી હેબ્દો ફ્રાંસનું એક લેફ્ટ વિંગ વિચારધારા વાળુ રાજનૈતિક સમાચાર પત્ર છે, જે પૈગંબર મોહમ્મદના કાર્ટૂનોને પ્રકાશિત કરવાના વિવાદોમાં રહ્યુ છે. આ પોસ્ટના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો ચે કે, શાહિન બાગમાં સીએએ અને એનઆરસી સામે વિરોધ કરવા વાળી મહિલાઓના અપમાન કરવા માટે ચાર્લી હેબ્દો દ્વારા આ કાર્ટૂન બનાવાયા છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં એડિટેડ કરવામાં આવ્યુ છે. ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગને લઈ આ પ્રકારે કોઈ કાર્ટૂન નથી બનાવવામાં આવ્યુ..
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Aalap Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2020ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શાહિન બાગમાં સીએએ અને એનઆરસી સામે વિરોધ કરવા વાળી મહિલાઓના અપમાન કરવા માટે ચાર્લી હેબ્દો દ્વારા આ કાર્ટૂન બનાવાયા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને ફોટોમાં લખેલી એક તારીખ વાંચવામાં આવી. જે 22 ઓક્ટોબર 2014 લખવામાં આવી હતી. જો કે, શાહિન બાગનો વિરોધ 2019માં નાગરિકતા સંશોધન બિલ સસંદમાં પાસ થયો હતો. માટે 2014માં શાહિનબાગને લઈ કોઈ ચિત્ર બનાવવું અસંભવ છે. આ સિવાય ફોટોમાં શાહિનબાગની સ્પેલિંગ પણ ખોટી છે. જેમાં શાહિન બાગની જગ્યાએ શાહિન ભાગ લખવામાં આવેલુ વંચાય છે.

આ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ચાર્લી હેબ્દોના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 21 ઓક્ટોબર 2014ના અપલોડ કરવામાં આવેલી ફોટો પ્રાપ્ત થઈ હતી. આ ફોટોને ધ્યાનથી જોતા મહિલાઓના માથા પર શાહિન ભાગ કે શાહિન બાગ લખવામાં નથી આવ્યુ. પરંતુ ફ્રેન્ચ ભાષામાં કાંઈક લખવામાં આવ્યુ છે. આ તસ્વીરને શેર કરતા ચાર્લી દ્વારા શિર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “આ કાલનું ચાર્લીનું ફ્રન્ટ પેજ છે. ફોટમાં ફ્રેંચ (Touchez Pas A Nos Allocs!)” જેને ગૂગલ ટ્રાન્સલેટ કરતા અમને જાણવા મળ્યુ કે તેમાં લખવામાં આવ્યુ હતુ કે, “મારા આવંટનને અડતા નહીં.” (Don’t touch my allocations) લખેલુ છે.”
વર્ષ 2014ની ઓરિજનલ ફોટો અને હાલની વાયરલ તસ્વીર વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ થાય છે કે, વાયરલ ફોટોમાં એડિટીંગ કરવામાં આવ્યુ છે.

ઓરિજનલ ફોટોના શીર્ષકમાં ફ્રેન્ચમાં લખવામાં આવ્યુ છે કે, (Less esclaves sexuelles de Boko Haram en colere) જેનું અંગ્રેજીમાં ભાષાંતર (Angry Boko Haram sex slaves) અને ગુજરાતીમાં ભાષાંતર (એંગ્રી બોકો હરમ સેક્સ સ્લેવ્સ) થાય છે. બોકો હરામ નાઈજીરિયામાં સક્રિય એક ઉગ્રવાદી સંગઠન છે. તેને દુનિયાના ઘાતક આંતકવાદી સંગઠન માંનો એક માનવામાં આવે છે. ચાર્લી હેબ્દો દ્વારા બોકો હરામના સંદર્ભમાં 2014માં આ કાર્ટૂન બનાવવામાં આવ્યુ હતુ. જેને શાહિન બાગની મહિલાઓ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં એડિટેડ કરવામાં આવ્યુ છે. ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગને લઈ આ પ્રકારે કોઈ કાર્ટૂન નથી બનાવવામાં આવ્યુ.

Title:શું ખરેખર ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગની મહિલાનો મજાક ઉડાવતો કાર્ટૂન બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Altered
