ઈઝરાયેલના પ્રધાનમંત્રીનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે. 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 2800 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લેબનનની સરકાર અને હિઝબુલ્લાહ બંનેએ આ […]

Continue Reading

કોલકતા બળાત્કારના કેસના વિરોધમાં ડાન્સ કરતી આ મહિલા જાણો કોણ છે….

કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરના બળાત્કાર અને હત્યાના ગુનામાં સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે આ પૃષ્ટભૂમિ પર આ કેસનો વિરોધ નોધવતી એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતામાં બનેલા બનાવના વિરોધમાં ડાન્સ કરી રહેલી આ મહિલા ડોકટર છે.” શું […]

Continue Reading

મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે…

મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો […]

Continue Reading

Fact Check: શું CPI(M) ના ભૂતપૂર્વ મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચુરી ખ્રિસ્તી હતા…? જાણો શું છે સત્ય….

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ. તસવીરમાં હિન્દીમાં લખેલું બેનર દેખાય છે, “કોમરેડ સીતારામ યેચુરી અમર રહે”, જેની સામે એક શબપેટી છે અને ઘણા લોકો આસપાસ ઉભા છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “સીતારામ યેચુરી ખ્રિસ્તી […]

Continue Reading

શું ખરેખર આ શખ્સ દ્વારા તેની બહેન સાથે બળાત્કાર કરનારની હત્યા કરી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં […]

Continue Reading

Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે તેવું નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં જોવા મળતી પોલીસ રાજસ્થાન પોલીસ છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ભીલવાડા પોલીસની કાર્યવાહની નહીં પરંતુ વર્ષ 2022નો યુપી પોલીસની કાર્યવાહીનો છે. હાલની ભીલવાડાની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. રાજસ્થાનના ભીલવાડામાં ગત 25 ઓગસ્ટના એક ધાર્મિક સ્થળે ગાયની કાપેલી પૂંછડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઘટના બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં આવેલા વરસાદ બાદ લોકોને મદદ કરી રહ્યા તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલા પૂરનો છે. જ્યારે મદરેસાના વિદ્યાર્થીઓએ આગળ આવીને પૂરના પાણીમાં પીડિતોને મદદ કરી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ […]

Continue Reading

જાણો રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડી રહેલા મુસ્લિમ બાળકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડી રહેલા બાળકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડી રહેલા મુસ્લિમ બાળકોનો આ વીડિયો ભારતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડી રહેલા […]

Continue Reading

જાણો વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો આ વીડિયો વડોદરાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

બાસ્કેટ બોલના રેફરી સાથે બનેલી ઘટનાનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 1981ની સોવિયેત યુગની રશિયન ફિલ્મ “Eighth World Wonder” નો છે. ઈન્ટરનેટ પર બાસ્કેટબોલ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.” આ દ્રશ્યને ભીડ તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે. […]

Continue Reading

વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…

કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં  રહ્યો છે કે, […]

Continue Reading

જાણો ખાડાવાળા રસ્તા પર યમરાજના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તા પર યમરાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર માપ લઈ રહેલા યમરાજનો […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચાર બાદનો આ વીડિયો છે..? જાણો શું છે સત્ય….

આ વીડિયો જુલાઈ 2024માં ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી નાસભાગનો છે અને તેનો બાંગ્લાદેશ સાથે કોઈ સંબંધ નથી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને 5 ઓગસ્ટના રોજ દેશમાંથી ભાગી ગયા હતા, સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ સામેના વિરોધના અઠવાડિયા પછી હિંસામાં ફેલાઈ હતી અને તેમના 15 વર્ષના શાસન માટે એક વ્યાપક પડકારમાં વધારો થયો […]

Continue Reading

જાણો ખાડામાં પડેલા જેસીબીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડામાં પડેલા જેસીબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડામાં પડેલા જેસીબીનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડામાં પડેલા જેસીબીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ […]

Continue Reading

જાણો તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની કુસ્તીબાજને બે વાર હરાવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેસલિંગમાં લડાઈ કરતી બે મહિલા રેસલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે યોજાયેલી એક મહિલા રેસલિંગ ચેમ્પિયનસીપમાં પાકિસ્તાની મહિલા રેસલરે ચેલેન્જ આપતાં ભાતરના તમિલનાડુની કવિતા વિજય લક્ષ્મી નામની મહિલાએ પાકિસ્તાની મહિલા રેસલરને બે વાર હરાવી તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

મહિલાઓ માટે ફ્રી રાઈડના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આમાં કોઈપણ મહિલા પોલીસ હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 પર ફોન કરીને ઘરે જઈ શકે છે. પોલીસ વાહન મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે લઈ જશે. મહિલાઓ આ હેલ્પલાઇન નંબરો […]

Continue Reading

જાણો તાજેતરમાં ફરકાવતી સમયે અટકી ગયેલા તિરંગાને પક્ષીએ ખોલ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ફરકાવવામાં આવી રહેલા તિરંગાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેરળ ખાતે ફરકાવવામાં આવેલો તિરંગો ફસાઈ જતાં એક પક્ષી દ્વારા તેને ખોલવામાં આવ્યો તેનો  આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ

અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન […]

Continue Reading

શું ખરેખર કોલકતાની મહિલા ડોકટરનો આ અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યા પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણીની અંતિમ ક્ષણો બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોએ વ્યાપક આક્રોશ અને મૂંઝવણ ઉભી કરી છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતાની આરજી મેડિકલ કોલેજમાં ભોગ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુ યુવતી સાથે થયેલા અભદ્ર વ્યવહારના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અન્ય યુવતીઓ અને યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં  હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારવામાં આવી રહ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આર્મીના જવાનો દ્વારા લોકોને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બાંગ્લાદેશની સેનાના જવાનો હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુને જીવતા સળગાવી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસાનો એક ખૂબ જ ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મૃતકને પ્રતિમાથી લટકતો અને નિર્દયતાથી મારવામાં આવતો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, “આ વ્યક્તિ હિંદુ છે અને બાંગ્લાદેશમાં મુસ્લિમોએ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં એકજૂટ થયેલા હિંદુઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા રંગના કપડાં પહેરેલી ભીડની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાના વિરોધમાં હિંદુઓએ એકજૂટ થઈ રેલી કાઢી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા રંગના […]

Continue Reading

વિચિત્ર રીતે બનાવેલો આ રસ્તો ભારત દેશનો નથી… જાણો વિચિત્ર રીતે બનાવેલા રસ્તાનું સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહી પરંતુ બલ્ગેરિયાની રાજધાની એક શેરીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં વિચિત્ર રીતે બનાવેલો રસ્તો જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિચિત્ર […]

Continue Reading

RSS સ્વયંસેવકોની જૂની તસવીરો ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે…

પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા. આપત્તિમાં લોકોને મદદ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલી બાળકીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાયલ થયેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….

વિદ્યાર્થીઓના વિરોધને કારણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશનું વહીવટ હવે બાંગ્લાદેશ આર્મી દ્વારા રચાયેલી વચગાળાની સરકાર દ્વારા લેવામાં આવશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ કરે છે. જેમ આપણે શ્રીલંકામાં જોયું છે તેમ બાંગ્લાદેશમાં પણ દેખાવકારો શેખ હસીનાના નિવાસસ્થાન ગણ ભવનમાં ઘૂસીને મોજ-મસ્તી કરતા અને વસ્તુઓ ચોરી […]

Continue Reading

જાણો તાજેતરમાં અટલ ટનલ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે તૂટેલા રોડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલપ્રદેશમાં અટલ ટનલ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી […]

Continue Reading

જાણો સોનિયા ગાંધીની સાથે ફોટોમાં ઓત્તવિયો ક્વાત્રોચી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીની સાથે એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં સોનિયા ગાંધીની સાથે જે વ્યક્તિ છે એ ઓત્તવિયો ક્વાત્રોચી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સોનિયા ગાંધીની સાથે યુવકનો જે ફોટો […]

Continue Reading

જાણો જાહેરમાં થઈ રહેલી એક યુવકની હત્યાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં ધારદાર હથિયાર વડે એક યુવકની હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈમાં બજરંગ દળના કાર્યકર અરવિંદ વૈધની જાહેરમાં હત્યા કરવામાં આ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં ધારદાર […]

Continue Reading

જાણો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો જે ફોટો […]

Continue Reading

જાણો મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની મુલાકાતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

હિમાચલના શિવ મંદિર પર વીજળી પડવાના દાવા સાથે ગ્વાટેમાલાના ફ્યુગો જ્વાળામુખી પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ટેકરી પર વીજળી પડવાની ઘટના જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરી ને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમાચલ પ્રદેશની એક ઘટના છે જ્યાં આ આકાશી વીજળી દર 12 વર્ષે ભગવાન શિવના મંદિરને પવિત્ર કરે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

અલ સાલ્વાડોરની જૂની તસવીર વાયનાડ ભૂસ્ખલન તરીકે વાયરલ કરવામાં આવી રહી…

30 જુલાઇ 2024ના કેરળના વાયનાડ જિલ્લામાં મોટા ભૂસ્ખલનને કારણે મોટા વિસ્તારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં 275થી વધુ લોકોના મોત થયા હતા. કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા કહેવાનો નિર્ણય કર્યો છે. આ પૃષ્ઠભૂમિ પર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીટીવી ગુજરાતી ન્યૂઝના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહેલા એક ભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ અંગેની એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે IT રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકારના આયકર વિભાગ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી ખોટી […]

Continue Reading

બસ અકસ્માતનો આ વીડિયો સાપુતારાનો નથી, પરંતુ ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….

ગુજરાતના હિલ સ્ટેશન પર હાલ વરસાદની સિઝનમાં સહેલાણીઓ ખૂબ ફરવા જઈ રહ્યા છે. આ વચ્ચે એક બસ અકસ્માતે ખાઈમાં ખાબકી હતી. જેમાં બસની અંદર પેસેન્જર દ્વારા આ અકસ્માતનો લાઈવ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વચ્ચે વધુ એક બસ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાપુતારામાં […]

Continue Reading

જાણો કૈલાશ માનસરોવરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જુદા-જુદા પર્યટન સ્થળોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ માનસરોવરનો છે અને 18600 ફૂટની ઊંચાઈ પર લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે,પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કૈલાશ […]

Continue Reading

Fake News: કરજણ ડેમના વીડિયોને કોડીનાર જામવાડા ડેમના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોડીનારના જામવાડા ડેમનો નથી પરંતુ નર્મદા જિલ્લાના કરજણ ડેમનો છે. કોડીનારના જામવાડા ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તેમા પણ સોરઠ પંથકમાં તો જળબંબાકાર જેવી સ્થિતી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડતા જોઈ […]

Continue Reading

જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરના નહીં પરંતુ […]

Continue Reading

Toyota Aygo Xની તસ્વીર TATA નેનો ઈલેક્ટ્રિક કારના નામે વાઈરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં TATA નેનોની નવી ઇલેક્ટ્રિક કારની નથી. આ તસ્વીર ટોયોટા એગો એક્સની છે. તાજેતરમાં એક કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને સોશિયલ મીડિયામાં શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “TATA નેનોની નવી ઇલેક્ટ્રિક કાર છે. જે લોંચ થવા જઈ રહી છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

જાણો તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિમાન દુર્ઘટનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ […]

Continue Reading

Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામનો વીડિયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો હોવાની વાત તદ્દન ખોટી છે. દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલિકોપ્ટરથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

અમદાવાદના પોલીસકર્મી દ્વારા પેટ્રોલપંપના કર્મચારી પર કાર નથી ચડાવવામાં આવી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કેરળના કુનુરનો છે. આ પોલીસ કર્મચારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો હતો, તેમજ તેની ધરપકડ કરી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક કાર ચાલકને પેટ્રોલ પંપનો કર્મચારી રોકવાનો પ્રયત્ન […]

Continue Reading

જાણો તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે […]

Continue Reading

શું ખરેખર આ વ્યક્તિ તેની 4 પત્ની અને બાળકો જોડે જોવા મળી રહ્યો છે…? જાણો શું છે સત્ય..

ફોટોમાં જોવા મળતા વૃદ્ધને 36 બાળકો અને ચાર પત્નીઓ નથી. તેમને 6 છોકરાઓ છે જે ફોટોમાં હાજર નથી. તસવીરમાં જોવા તમામ બાળકો તેમના પૌત્રો છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો નથી થયો..જાણો શું છે સત્ય….

ગતવર્ષે 1 જૂલાઈ 2023ના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો તે સમયનો છે. હાલમાં ડેમ છલોછલ ભરાય ગયો છે પરંતુ ઓવરફ્લો નથી થયો. ચોમાસું સૌરાષ્ટ્રમાં ખૂબ જામ્યુ છે અને નદી નાળા તમામ છલકાય ગયા છે ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના રણજીત […]

Continue Reading