શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

The Lion of Porbandarનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 429 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ ગાંધીએ વર્ષ 1988માં ભારતમાં પહેલુ એટીએમ મશીન શરૂ કરાવ્યુ હતુ, તે સમયે ભાજપા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ. 

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ ભારતમાં પહેલુ એટીએમ મશીન કયારે આવ્યુ તે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ભારતમાં એટીએમ મશીનની શરૂઆત વર્ષ 1987માં HSBC બેન્ક દ્વારા કરવામાં આવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

DAINIK BHASKAR | ARCHIVE

PATRIKA NEWS.png

PATRIKA | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, ભારતમાં પહેલુ એટીએમ મશીન વર્ષ 1987માં આવ્યુ હતુ. 1988માં આવી હોવાની વાત ખોટી છે. ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતુ કે, ભાજપ દ્વારા તે સમયે બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ કે નહીં..? તેથી અમે ગૂગલ પર भारत में जब वर्ष 1987 में जब ATM शुरू हुआ तब भाजपा ने भारत बंध करवाया था |” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

GOOGLE SEARCH 1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને ક્યાંય પણ ભાજપ દ્વારા આ પ્રકારે ભારત બંધ કરવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે ભાજપાના વરિષ્ઠ નેતાઓ સાથે તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે ક્યારેય ભાજપે ભારત બંધ નથી કરાવ્યું, આ વાતમાં ક્યાંય સત્યતા જણાતી નથી.”

આમ, ઉપરોક્ત પરિણામોમાં પરમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ વાત જાણવા મળી ન હતી. અને ભારતમાં પહેલુ એટીએમ મશીન વર્ષ 1988માં નહીં પરંતુ વર્ષ 1987માં આવ્યુ છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ વાત જાણવા મળી ન હતી. અને ભારતમાં પહેલુ એટીએમ મશીન વર્ષ 1988માં નહીં પરંતુ વર્ષ 1987માં આવ્યુ છે.

Avatar

Title:શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

Fact Check By: Yogesh Karia 

Result: False