તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પ્રદર્શનીઓ પર કરવામાં આવેલા વોટર કેનનના પ્રહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પ્રદર્શનીઓ પર કરવામાં આવેલા વોટર કેનનના પ્રહારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભોપાલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. આ વીડિયોને ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મેં અંગ્રેજોના શાસન વાળું ભારત તો નથી જોયું પરંતુ હા નરેન્દ્ર મોદીના શાસન વાળું ભારત જોય રહ્યો છું, એ મારું સૌભાગ્ય છે! #FarmersProtest2024. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર આજ તકના સત્તાવાર યુટ્યુબ પર 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભોપાલ ખાતે ભાજપ સરકારના વિરોધમાં કેટલાક મુદ્દાઓ પર પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો આ વીડિયો છે.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.

The Print | News9 Live | India Today

ઉપરોક્ત આજ માહિતી સાથેના સમાચાર jagran.com દ્વારા 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પ્રદર્શનીઓ પર કરવામાં આવેલા વોટર કેનનના પ્રહારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભોપાલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. આ વીડિયોને ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context