તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં દરિયાની વચ્ચે એક જહાજ હાલક ડોલક થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ પર દરિયામાં જહાજ હાલડ ડોલક થઈ રહ્યું છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં બનેલી એક જૂની ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

NavGujarat Samay નામના ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કંડલા પોર્ટ પાસેના ભયાવહ દ્રશ્યો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ પર દરિયામાં જહાજ હાલડ ડોલક થઈ રહ્યું છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Underworld નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ અફલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દરિયાના ભયંકર મોજાંઓ વચ્ચે ફસાયેલું જહાજ. આ વીડિયોમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યો 8.25 મિનિટ પછી જોઈ શકો છો.

આજ વીડિયો અમને અન્ય કેટલીક જગ્યાએ પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Youtube 1 | Youtube 2 | Youtube 3

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં બનેલી એક જૂની ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો દરિયામાં તોફાનની વચ્ચે હાલક ડોલક થઈ રહેલા જહાજના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False