તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા વચ્ચે એક દંપતિ બાઈક લઈને જઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને લીધે જખૌ ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2021 માં ગુજરાતમાં આવેલા તોકતે વાવાઝોડા સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhimshi Ahir નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જખૌ બદરમા વાવાઝોડા એ વાહનો ને ઉડાડ્યા... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને લીધે જખૌ ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા 2 વર્ષ પહેલાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તાઉતે વાવાઝોડાને પગલે સાયલા ખાતે ધૂળની ડમરીઓ ઉડી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા વર્ષ 2021 માં યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Bodeli Live | Teacher student ehub

અમારી વધુ તપાસમાં અમને Dr Safin નામના એક ટ્વિટર યુઝર દ્વારા પણ આજ વીડિયો 17 મે, 2021 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2021 માં ગુજરાતમાં આવેલા તોકતે વાવાઝોડા સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો જખૌની હાલની પરિસ્થિતિના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False