સાઉદી અરેબિયાના જૂના વીડિયોને તાજેતરના દિવાળીના તહેવાર સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

દિવાળીના તહેવાર પર સોશિયલ મીડિયા વિવિધ સુંદર ફટાકડાના વીડિયો અને ફોટાઓથી છલકાઈ રહ્યું છે. આ વચ્ચે, અદભૂત ફટાકડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાઉદી અરેબિયામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.”

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક યુટ્યુબ ચેનલ પર લઈ ગયા જ્યાં 23 સપ્ટેમ્બર 2024ના રોજ વાયરલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વીડિયો 94માં સાઉદી નેશનલ ડેનો છે.

YouTube | Archive

તેનાથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો આ વર્ષની દિવાળીની ઉજવણી સાથે સંબંધિત નથી.

ઉલ્લેખનીય છે કે સાઉદીનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

આગળ વધતાં, અમને 27 ઑગસ્ટ 2024ના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલો એ જ વીડિયો મળ્યો, જે સાઉદી નેશનલ ડે, 2024ની પૂર્વેનો છે. 

Instagram

અન્ય ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર, અમને એક અલગ એન્ગલથી વાયરલ સ્ક્રિન જેવો જ વીડિયો મળ્યો. આ વીડિયો 22 જુલાઈ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

Instagram

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્થાનનો ઉલ્લેખ રિયાધ સિટી સાઉદી અરેબિયા તરીકે કરવામાં આવ્યો છે.

સંબંધિત કીવર્ડનો ઉપયોગ કરીને, અમે શીખ્યા કે દર વર્ષે રિયાધ શહેરના નીચેના સ્થળોએ જુદા જુદા પ્રસંગો માટે ફટાકડા ચલાવવામાં આવે છે.

1. ઉમ્મ અજલાન પાર્ક: સાઉદી નેશનલ ડે પર, રાજધાનીના સૌથી મોટા ફટાકડાનું પ્રદર્શન ઉમ્મ અજલાન પાર્ક ખાતે થાય છે.

2. બુલેવાર્ડ સિટીમાં સ્ક્વેર વિસ્તાર: ઈદના પ્રસંગે, અહીં ફટાકડાનું પ્રદર્શન થાય છે.

જો કે અમે વાયરલ વીડિયોનો ચોક્કસ પ્રસંગ અથવા તારીખ શોધી શક્યા નથી, તે પુષ્ટિ છે કે વાયરલ વીડિયો આ વર્ષની દિવાળી અથવા સાઉદી રાષ્ટ્રીય દિવસ સાથે સંબંધિત નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરના દિવાળીના તહેવારનો નથી, આ વીડિયોને હાલના દિવાળીના તહેવાર સાથે કોઈ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સાઉદી અરેબિયાના જૂના વીડિયોને તાજેતરના દિવાળીના તહેવાર સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context