
Dinesh Kachchdiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આમાં આપણે શું સમજવું નેશનલ ઓથોરિટીઝ આ જાહેરાત આપે છે અને ગુજરાત સરકાર હજાર રૂપિયાનો દંડ કરે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 76 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 930 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેશનલ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની ના પાડવામાં આવી છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. શું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરવામાં આવી છે. ત્યારે આ વિડિયો ક્યારનો છે તે જાણવુ જરૂરી જણાતા અમે ગૂગલ પર શોધ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મધ્યપ્રદેશના ડાઈરેક્ટોરેટ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો તારીખ 18 માર્ચ 2020ના શેર કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ બાદમાં તેમના દ્વારા આ બંને પ્લેટફોર્મ પથી આ વિડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યો છે.
જો કે, ગ્વાલિયર કલેક્ટર દ્વારા પણ તારીખ 18 માર્ચ 2020ના આ વિડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
માર્ચ મહિનામાં જ્યારે ચીન સિવાય ભારત સહિત અન્ય દેશોમાં કોરોના શરૂઆત હતી ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 30 માર્ચ 2020ના તેમની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, જો તમને કોઈ બિમારી નથી તો તમારે માસ્ક પહેરવુ ફરજિયાત નથી. જો તમે કોઈને હોસ્પિટલમે લઈ જતા હોવ અથવા તમને કોઈ બિમારી જેવુ લાગે તો જ તમારે માસ્ક પહેરવુ ફરજિયાત છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ 31 માર્ચ 2020ના સીએનએન દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
તેમજ આજતક(સંગ્રહ) દ્વારા પણ તે સમયે આ અંગે સંપૂર્ણ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
જ્યારે 6 જૂન 2020ના વિશ્વ આરોગ્ય સંસ્થાએ માસ્કને લઈ તેમની ગાઈડલાઈન્સમાં અપડેટ કરતા જણાવ્યુ હતુ કે, કોરોનાને રોકવા માટે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ ફરજીઆત છે. WHOના ડાઈરેક્ટર જનરલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ અંગે માહિતી આપતો વિડિયો અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માસ્કને લઈ કરેલી જાહેરાત બાદ ભારતના જૂદા-જૂદા રાજ્યોની સરકાર દ્વારા સમાંતરે માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ હતુ. ગુજરતમાં પણ માસ્ક ફરજીઆત પહેરવાની જાહેરાત ડેપ્યુટી સીએમ નિતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ માસ્ક પહેરવાની જરૂરીઆત ન હોવાનું જણાવ્યુ હતુ ત્યારે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કર્યો હતો. હાલમાં આ પ્રકારે કોઈ વિડિયો શેર કરવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ માર્ચ મહિનાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ માસ્ક પહેરવાની જરૂરીઆત ન હોવાનું જણાવ્યુ હતુ ત્યારે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કર્યો હતો.

Title:શું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરી છે…..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
