
આગામી મહિનામાં યોજાવા જઈ રહેલી યુપી ઈલેક્શનની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અમિત શાહ એક રેલીમાં પ્રવચન આપતા જોઈ શકાય છે. અને લખવામાં આવ્યુ છે કે, “अमित शाह बोले सरकार बनी तो दूध की नदिंया बहेंगी” આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ દ્વારા હાલની યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ અમિત શાહનું આ નિવેદન વર્ષ 2017નું છે. હાલમાં અમિત શાહ દ્વારા યુપી ચૂંટણી દરમિયાન કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહ દ્વારા હાલની યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમરઉજાલાનો વર્ષ 2017નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. 24 ફેબ્રુઆરી 2017ના પ્રસારિત કરવામાં આવેલા આ અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “આંબેડકર નગરના અકબરપુરમાં જનસભા કરવા પહોંચેલા અમિત શાહ સપા અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા. તેમણે બસપા પર પણ નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, જો અમારી સરકાર બનશે તો યુપીમાં તમામ કતલખાના બંધ થઈ જશે. અમે ગાય અને બળદનું લોહી નહીં, ઘી અને દૂધની નદીઓ વહાવા માંગીએ છીએ.”

તેમજ વધુ સર્ચ કરતા અમને BJPની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમિત શાહનું આ નિવેદન પ્રાપ્ત થયુ હતુ. જેમાં 21 મિનિટ અને 5 સેકેન્ડ પર અમિત શાહ વાયરલ દાવા અંગે જણાવી રહ્યા છે.
“અમિત શાહ કહી રહ્યા છે કે સપા અને બસપાએ યુપીને બરબાદ કરી દીધું. આ લોકો ઉત્તર પ્રદેશમાં ગાય, બળદ, ભેંસ અને બકરીઓના લોહીની નદીઓ વહાવે છે. રાજ્યમાં અમારી સરકાર આવશે તો કતલખાનાઓ રાતોરાત બંધ કરાવીશું. અમે પણ રાજ્યમાં નદીઓ વહેવા માંગીએ છીએ, પરંતુ લોહીની નહીં પરંતુ દૂધ અને ઘી ની.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ અમિત શાહનું આ નિવેદન વર્ષ 2017નું છે. હાલમાં અમિત શાહ દ્વારા યુપી ચૂંટણી દરમિયાન કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

Title:અમિત શાહના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: missing Context
