ભરુચ ખાતે વરસાદી પાણીમાં ડાન્સ કરી રહેલા રિક્ષા ડ્રાઈવરનો વીડિયો ભચાઉના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Partly False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો નહીં પરંતુ ભરુચનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patan City – પાટણ નામના ફેસબુક પેજ દ્વારા 14 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  પરિસ્થિતિ ગમે તેવી વિપરિત કેમ નાં હોય પણ મોજતો કરીજ લેવી જોઈએ… # વિડીયો ભચાઉનો છે.. #વરસાદી પાણીમાં રીક્ષા ફસાઈ જતા રીક્ષા ચાલક કંટાળીને રસ્તા ઉપર ડાન્સ કરીને મોજ કરવા લાગ્યો હતો…!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર divyabhaskar.co.in દ્વારા 16 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, ભરુચ ખાતે ભારે વરસાદને પગલે પાંચબત્તી વિસ્તારમાં નરેશ સોંદરવા નામનો યુવક રિક્ષા લઈને જતો હતો ત્યારે પાણીમાં અચાનક જ રિક્ષા બંધ થઈ જતાં તે નીચે ઉતરીને ‘તેરી પાયલ બાજી’ ગીત પર ડાન્સ કરવા લાગ્યો હતો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jaihindnewspaper.com | trishulnews.com

આજ વીડિયોને સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા તેના સત્તાવાર ફેસબુક પર 13 જુલાઈના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

વધુમાં કેટલીક લોકલ યુટ્યુબ સમાચાર ચેનલ પર પણ આ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Good Day Gujarat | Maa Tv News

ત્યાર બાધ અમારી તપાસને મજબૂત બનાવવા માટે અમે સીધો જ ભરુચના રિક્ષા ડ્રાઈવર નરેશ સોંદરવાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હું ભરુચમાં ટેક્સી અને રિક્ષા ચલાવું છું. આ વીડિયો ભરુચનો જ છે. જે રીતે લોકો હાલમાં સોશિયલ મીડિયા પર અલગ-અલગ રીતે પોતાની સમસ્યાઓ બતાવે છે ત્યારે મેં પણ આજ રીતે કંઈક નવું કરવા માટે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લોકો સમક્ષ ડાન્સ દ્વારા રજૂ કરવાની કોશિશ કરી હતી. મારો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે મારા પર હવે તો વિદેશથી પણ કોલ આવી રહ્યા છે. લોકોને જે રીતે મન ફાવે એ રીતે મારા આ વીડિયોને વાયરલ કરી રહ્યા છે. આ વીડિયો ભોપાલ, ભૂજ તેમજ પાટણના નામે પણ વાયરલ થઈ રહ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો નહીં પરંતુ ભરુચનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:ભરુચ ખાતે વરસાદી પાણીમાં ડાન્સ કરી રહેલા રિક્ષા ડ્રાઈવરનો વીડિયો ભચાઉના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Partly False