તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ ઘાયલ થયેલી એક યુવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવતીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશ ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રામ રાજ્યમાં તમારું સ્વાગત છે: ઉત્તર પ્રદેશ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને APN NEWS દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ પર 21 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના બેલવાર ઘાટ ખાતે સાસરિયાઓએ જ તેમની વહુને તાલિબાની સજા આપી હતી. જેમાં લવ મેરેજ કરવા બદલ સાસરિયાઓ દ્વારા યુવતીને માર મારીને તેના પ્રાઈવેટ પાર્ટમાં ડંડો ઘુસાડી દેવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અહેવાલ અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. bharateknaisoch.in | specialcoveragenews.in

એક ટ્વિટર યુઝર દ્વારા પણ આજ ફોટો સાથેની ટ્વિટ 21 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવી હતી.

વધુમાં અમને દેવરિયા જિલ્લાના મદનપુર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધાયેલ FIR પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવતીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશ ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ઘાયલ થયેલી યુવતીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context