શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘मनमोहन सिंह सरकार द्वारा 2011 मे मुकेश अंबानी पर लगायें
पेनाल्टी 1200 करोड को मोदी ने माफ किया।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 310 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 269 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મનમોહનસિંઘ સરકાર દ્વારા વર્ષ 2011માં મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને મોદી સરકાર દ્વારા માફ કરી દેવામાં આવ્યો.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે મનમોહન સિંઘ દ્વારા મુકેશ અંબાણીને દંડ ફટકારવામાં આવ્યો હોય તો તે સમયે પણ તમામ મિડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોય. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘मनमोहन सिंघ सरकारने मुकेश अंबानी को 1200 करोड़ की पेनल्टी लगायी थी’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH 1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. જો કે, ત્યાર બાદ અમે ગૂગલ પર લખતા ‘मोदी सरकार ने मुकेश अंबानी की 1200 करोड़ की पेन्लटी माफ़ की’ અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH 2.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. પરંતુ વર્ષ 2017માં મુકેશ અંબાણીને મોદી સરકારે 1700 કરોડનો રૂપિયાનો દંડ ફટાકારવામાં આવ્યો હોવાનો જાણવા મળ્યુ હતુ. INDIA NEWS VIRAL દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હકિકત અમને પ્રાપ્ત થઈ ન હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા જ આ પ્રકારની પોસ્ટની શેર કરવામાં આવતી હોય છે.

Avatar

Title:શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False