શું ખરેખર કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*कोंग्रेसविधायकअनिल* *उपाध्यायअनजानेमेंकहगयापरसहीबोलदिया* *इस video कोइतनावायरलकरोकीयेपूराहिन्दुस्तानदेखसके..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમા દાવો કરવામાં આવ્યો “કોંગ્રેસના ધારાસભ્ય અનીલ ઉપાધ્યાય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. દરમિયાન અમને વિડિયોની નીચેના ભાગમાં NEWSVIEWS નામની યુટ્યુબ ચેનલનું નામ જોવા મળ્યુ હતુ. તેથી અમે યુટ્યુબ પર આ ચેનલને શોધી હતી. 

NEWSVIEWS નામની ચેનલ દ્વારા પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે, તે જ વિડિયો તારીખ 26 નવેમ્બર 2019ના શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ નિવેદન પોલિટીક્સ એનાલિસ્ટ શિવમ ત્યાગી દ્વારા આપવામાં આવ્યુ છે. જે સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

શિવમ ત્યાગી દ્વારા 27 નવેમ્બર 2019ના આ વિડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં નિવેદન આપી રહેલા વ્યક્તિ ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નહિં પરંતુ પોલિટીક્લ એનાલિસ્ટ શિવમ ત્યાગી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં નિવેદન આપી રહેલા વ્યક્તિ કોંગ્રસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નહિં પરંતુ પોલિટીક્લ એનાલિસ્ટ શિવમ ત્યાગી છે. 

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False