
Piyush Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા પણ હું તને પ્રેમ કરૂ છુ નામના ફેસબુક પેજ પર તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “3 સવારીમાં કોઈ પણ ભાઈઓ જાઓ તો ધ્યાન રાખજો પોલીસની દાદાગીરી જોઈ લેજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 892 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. વર્ષ 2018ના એપ્રિલ મહિલાની શરૂઆતમાં દલિતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ. જે બંધના એલાન દરમિયાન મેરઠમાં હિંસા ભડકી હતી, ત્યારે પોલીસે પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે લાઠી ચાર્જ કર્યો હતો. આ ઘટનાને સંબંધિત અન્ય વિડિયો અમને પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ નહી પરંતુ દલિત આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ નહી પરંતુ દલિત આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.

Title:શું ખરેખર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે…..?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
