
Brijesh Parekh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોનુ.. 40000ને પાર… સ્ટાફ રાસડા લે છે….કારણ કે ઘરાકી જ નથી..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 201 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સોનાનો ભાવ 40000ને પાર ગયો હોય અને કોઈ ઘરાકી ન હોવાથી સ્ટાફ કામ પડતુ મુકી ડાન્સ કરી રહ્યા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહીને આગળ વધારી હતી. અને વિડિયોને ધ્યાનથી જોતા અમને ઘણી વસ્તુઓ જાણવા મળી હતી અને એક નામ પણ વાંચવા મળ્યુ હતુ. MANOHAR LAL JEWELLERS જે સ્ક્રિન શોટ તમે નીચે જોઈ શકો છો.

તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યુ-ટ્યુબ પર ‘Manohar lal jewellers employee dance video viral’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો જેવો જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, Morning routine at manoharlal jewellers એટલે કે, મનોહરલાલ જવેલર્સમાં આ પ્રકારે દરરોજ સવારના કરવામાં આવે છે. Surender Singh નામના યુટ્યૂબ યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2018ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
Archive
ત્યારબાદ અમે મનોહર લાલ જ્વેલર્સની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી નંબર મેળવી અને વિડિયો અંગે પુછતા ત્યાં પ્રદિપ શુક્લા નામના હાજર કર્મચારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો જૂનો છે. વર્ષ 2017નો આ વિડિયો છે. અને કોઈ ઘરાકી ન હોવાને કારણે આ પ્રકારે કર્મચારી ડાન્સ કરી રહ્યા છે તે વાત ખોટી છે. અમારે ત્યાં રોજ સવારે આ પ્રકારે દરેક કર્મચારી Flash mob કરે છે.”
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. તેમજ કોઈ ઘરાક ન આવતા કર્મચારી ડાન્સ નથી કરી રહ્યા પરંતુ મનોહરલાલ જ્વેલર્સમાં આ પ્રકારે દરરોજ સવારે કરવામાં આવે છે. જે ત્યાના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. તેમજ કોઈ ઘરાક ન આવતા કર્મચારી ડાન્સ નથી કરી રહ્યા પરંતુ મનોહરલાલ જ્વેલર્સમાં આ પ્રકારે દરરોજ સવારે કરવામાં આવે છે. જે ત્યાના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર કોઈ ઘરાકી ન હોવાથી શો રૂમના કર્મચારીઓ ડાન્સ કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
