જાણો મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મુંબઈ એરપોર્ટના અધિકારીઓ દ્વારા ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેની ચેતવણી આપતો મેસેજ બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેનો જે સેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. આ મેસેજ છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ વિશ્વભરમાં અનેક એરપોર્ટના નામે વાયરલ થઈ ચૂક્યો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 9 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવી માહિતી મૂકવામાં આ હતી કે, તાત્કાલિક સંદેશ

મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ચેતવણી, કૃપા કરીને વાંચો અને ફેલાવો.

પોલીસને મળેલી માહિતી મુજબ: એક ગુનાહિત સંગઠન જાહેર સ્થળો, એરપોર્ટ અને પેટ્રોલ પંપ પર સુંદર કીચેન વેચી રહ્યું છે. તેઓ ક્યારેક સેલ્સ પ્રમોટર તરીકે દેખાય છે અને મફત કીચેન આપે છે. કૃપા કરીને આ કીચેન ખરીદશો નહીં અથવા સ્વીકારશો નહીં, પછી ભલે તે ગમે તેટલા સુંદર દેખાતા હોય.

આ કીચેનમાં ટ્રેકિંગ ડિવાઇસ ચિપ હોય છે જે તેમને તમારા ઘર અથવા તમારી કાર જ્યાં પાર્ક કરેલી હોય ત્યાં ટ્રેક કરવાની મંજૂરી આપે છે. કીચેન ખૂબ જ આકર્ષક છે, જેનો પ્રતિકાર કરવો મુશ્કેલ છે. તેમને સ્વીકારવાથી તમારું જીવન જોખમમાં મુકાઈ શકે છે. દરેકને વિનંતી છે કે આ સંદેશ તમારા સહકાર્યકરો, પરિવારના સભ્યો અને પ્રિયજનો સાથે શેર કરો. સાવચેત રહો.

દરેકને ચેતવણી આપો.

આભાર અને શુભેચ્છાઓ,

એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ

એઓસીસી ટાવર, ચોથો માળ, ટર્મિનલ 1 બી, સાન્તાક્રુઝ (પૂર્વ),

મુંબઈ 400099, ભારત

ઓફિસ: +91 22 26156832 / 26264672 / TV4900 / 4600 / 4400

ઇ-ફેક્સ: +91 22 66851575

કૃપા કરીને આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરો. આ માહિતીના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મુંબઈ એરપોર્ટના અધિકારીઓ દ્વારા ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેની ચેતવણી આપતો મેસેજ બહાર પાડવામાં આવ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ એરપોર્ટના અધિકારીઓ દ્વારા આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. 

પોસ્ટમાં આપેલ કોઈ પણ ફોન નંબરની માહિતી ટર્મિનલ 1 કે ટર્મિનલ 2ના સેક્શનમાં નથી. અમે એરપોર્ટના નૉડલ અધિકારી સાથે ફોન પર વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ એક ખોટો મેસેજ છે જે ઘણા વર્ષોથી ફેલાઈ રહ્યો છે. એરપોર્ટ અધિકારીઓના નામે કોઈ પણ સત્યતા વિનાનો આ એક ખોટો પ્રચાર મેસેજ છે.

વધુમાં અમને કોચ્ચી એરપોર્ટના અધિકારીઓએ બતાવ્યું કે, એરપોર્ટના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ઉપર સખત સુરક્ષી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આવા કોઈ પણ વેચાણકર્તાને એરપોર્ટની અંદર પ્રવેશ કે વેચાણ કરવાની અનુમતિ આપવામાં નથી આવતી. 

અમારી વધુ તપાસમાં અમને વર્ષ 2008માં પ્રકાશિત એક ફેક્ટ ચેક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ આ લેખમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ઘાના અને નાઇજીરીયાની ગુનાહિત ગેંગ કેન્યાના નૈરોબીમાં લોકોને શસ્ત્રો વેચી રહી છે. બે વર્ષ પછી, આ દાવો પાકિસ્તાનમાં વાયરલ થયો હતો. ત્યારબાદ 2012માં યુ.એસ.માં ફેસબુક પર તે વ્યાપકપણે શેર કરવામાં આવ્યું હતું અને પછીથી તે વર્ષે ‘હેરિસ કાઉન્ટી કોન્સ્ટેબલની ચેતવણી’ તરીકે પ્રસારિત થયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે, મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપવા માટે આવો કોઈ મેસેજ જારી કર્યો નથી. આ વાયરલ મેસેજ ઘણા વર્ષો જૂનો છે અને અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સમયે વાયરલ થયેલો છે.

મુંબઈ એરપોર્ટને લગતો આ મેસેજ 2014માં ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. અમારી તપાસ દરમિયાન, અમને 2014માં ફેસબુક પર શેર કરાયેલ આ જ સંદેશ મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે, જૂનો અને ખોટો મેસેજ ફરીથી ફરતો થયો છે.

પરિણામ

આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેનો જે સેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. આ મેસેજ છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ વિશ્વભરમાં અનેક એરપોર્ટના નામે વાયરલ થઈ ચૂક્યો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો મુંબઈ એરપોર્ટના અધિકારીઓના નામે ટ્રેકિંગ ચિપવાળા ‘કી ચેઈન’ના વેચાણ અંગેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *