પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક સાધુને ઘણા લોકોનું ટોળુ ભેગુ થઈ અને મારમારી રહ્યુ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં બાળક ચોરી કરવા આવેલા સાધુને લોકોએ મારમાર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં બાળક ચોરી કરવા આવેલા સાધુને લોકોએ મારમાર્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
જો આ પ્રકારે કોઈ મોટી ઘટના બની હોય તો મીડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય પરંતુ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ અમે વીડિયોમાં જોવા મળતી એક દૂકાન ઓમેક્ષ ટેઈલર નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ સાધુ ને ક્યા કારણોસર માર મારવામાં આવ્યો તેની જાણ મને નથી તેને આગળથી જ મારમારીને લઈ આવવામાં આવી રહ્યા હતા.”
ત્યારબાદ અમે મહેસાણા તાલુકા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક સાધ્યો હતો. તેણે અમને જણાવ્યુ હતુ કે, “એક સાથે ઘણા બધા સાધુઓને જોઈ કોઈએ અફવા ફેલાવી દીધી હતી કે, આ સાધુઓ ચોરી કરવા આવ્યા છે અને બાદ તેમને શંકાના આધારે મારમારવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં પોલીસને જાણ થતા તેમને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. તેમના આધાર કાર્ડ વેરિફાઈ કર્યા બાદ જાણવા મળ્યુ હતુ કે તેઓ વિસનગર પાસેના આશ્રમમાં રહે છે બાદમાં તેમને સુરક્ષિત છોડી મુકવામાં આવ્યા હતા. બાળક ચોરી કરવાની વાત તદ્દન ખોટી છે. આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બાળક ચોરી કરવાના આરોપસર મારમારવામાં આવેલા સાધુના વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


