
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કાશ્મીર ખાતેથી સંદીપ શર્મા નામના એક હિંદુ આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરની ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2017માં કાશ્મીર ખાતેથી પકડવામાં આવેલા સંદિગ્ધ આતંકી સંદીપ શર્માનો છે. આ સમાચારને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ સંદીપ શર્મા મુસ્લિમ બની હિંદુઓ ને મારતો હતો, કાશ્મીર પોલીસે પકડી પાડ્યો…. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કાશ્મીર ખાતેથી સંદીપ શર્મા નામના એક હિંદુ આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને 10 જુલાઈ, 2017ના રોજ એબીપી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો તાજેતરનો નથી.
Embed –
આ સમાચાર અનુસાર, યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી સંદીપ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. તેણે બેંક અને એટીએમ લૂંટની ઘટનાઓ પણ અંજામ આપી હતી. ત્યારબાદ કાશ્મીરમાં થયેલા હુમલામાં SHO સહિત છ પોલીસકર્મીઓ માર્યા ગયા. આ કાવતરામાં સંદીપ પણ સામેલ હોવાનું કહેવામાં આવ્યું હતું. તે 2012માં કાશ્મીર આવ્યો અને વેલ્ડર તરીકે કામ કરતો હતો. આ સમય દરમિયાન તે લશ્કરના આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો. પોલીસે તેની લશ્કરના આતંકવાદીના ઠેકાણા પરથી ધરપકડ કરી હતી.
એબીપી દ્વારા આજ સમાચાર વધુ વિસ્તૃત રીતે 10 જુલાઈ, 2017ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આતંકવાદી હુમલો – પહેલગામના સંદિગ્ધ આરોપી
22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ પ્રવાસીઓ સહિત 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પ્રવાસીઓને મારનારા આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ આતંકવાદીઓના ફોટા સામે આવ્યા છે. તે પણ, તેનો અસલી ફોટો રીલ્સ દ્વારા મળી આવ્યો. પૂણેનો એક પ્રવાસી કેમેરા રીલ બનાવી રહ્યો છે ત્યારે પૃષ્ઠભૂમિમાં આ આતંકવાદીઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ આતંકવાદીઓ ચાર દિવસ પહેલાથી આ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરની ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2017માં કાશ્મીર ખાતેથી પકડવામાં આવેલા સંદિગ્ધ આતંકી સંદીપ શર્માનો છે. આ સમાચારને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં પકડાયેલા આંતકવાદી સંદીપ શર્માના નામે વાયરલ થઈ રહેલા સમાચાર વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
