
હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “1 મે 2025થી સમગ્ર દેશમાં ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને GPS આધારિત ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “1 મે 2025થી સમગ્ર દેશમાં ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને GPS આધારિત ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ગુગલ પર કીવર્ડ સર્ચ કરવાથી અમને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા 18 એપ્રિલ, 2025 ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. તે પુષ્ટિ કરે છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય અથવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ 1 મે, 2025થી સેટેલાઇટ-બેઝ્ડ ટોલિંગના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી.
“ટોલ પ્લાઝા દ્વારા વાહનોની સીમલેસ, અવરોધ-મુક્ત અવરજવરને સક્ષમ કરવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે ‘ANPR-FASTag-based Barrier-less Tolling System’ પસંદ કરેલા ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે,” પ્રકાશનમાં વધુમાં જણાવાયું છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નવી સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીના ANPR ને જોડશે જેથી વાહનોની નંબર પ્લેટ વાંચીને તેમની ઓળખ કરી શકાય, અને હાલની ‘FASTag સિસ્ટમ’ જે રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) નો ઉપયોગ કરીને ટોલ કાપશે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને 14 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનો એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતો એક વીડિયો મળ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, “હું ટોલ વિશે વધુ વાત નહીં કરૂ, પરંતુ તમને 15 દિવસમાં નીતિ મળશે.અમે સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી રહ્યા છીએ. કોઈ તમને (ટોલ પર) રોકશે નહીં. કેમેરા તમારી નંબર પ્લેટના ફોટા લેશે અને ચોક્કસ ટોલ તમારા બેંક ખાતાઓમાંથી લેવામાં આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 1 મેથી FASTagને GPS આધારિત ટોલિંગ દ્વારા બદલવામાં આવી રહ્યું છે, જે વાત તદ્દન ખોટી છે. નવી ANPR-FASTag આધારિત બેરિયર-લેસ ટોલ સિસ્ટમ, જે શરૂઆતમાં પસંદગીના ટોલ પ્લાઝા પર સ્થાપિત કરવામાં આવશે, મંત્રાલયે સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમમાં કોઈપણ ફેરફારની શક્યતાને નકારી કાઢી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર 1 મેથી ફાસ્ટેગને બદલે GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
