કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે.

4 ફેબ્રુઆરી 2025ના ઓછામાં ઓછા 104 ભારતીય નાગરિકોને લશ્કરી વિમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સશસ્ત્ર દળોની હાજરીમાં લોકોને હથકડી પહેરાવીને કતારમાં વિમાનમાં ચઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ભારતીય નાગરિકોનો છે જેમને યુએસથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો ભારતીય નાગરિકોનો છે જેમને યુએસથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અમે વાયરલ વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને એક યુટ્યુબ ચેનલ મળી જ્યાં વાયરલ વીડિયો 29 જાન્યુઆરી 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 

વીડિયો પર એક ટેક્સ્ટ ઓવરલે હતો. ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ટેક્સ્ટનું ભાષાંતર કરતા અમને ખબર પડી કે વીડિયોમાં કોલમ્બિયન સ્થળાંતર કરનારાઓને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે.

આ સંકેતને ધ્યાનમાં રાખીને, સંબંધિત કિવર્ડનો ઉપયોગ કરીને અમને આ જ વીડિયો મળ્યો જે 31 જાન્યુઆરી 2025ના રોજ ANIની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, “યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે સોમવારે (27 જાન્યુઆરી) ફૂટેજ બહાર પાડ્યા હતા જેમાં એક સત્તાવાર નિવેદન અનુસાર, ફોર્ટ બ્લિસ, ટેક્સાસ ખાતે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ ફ્લાઇટમાં ચઢતા દર્શાવવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DoD) અનુસાર, 23 જાન્યુઆરીના ફૂટેજમાં યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્ટો સાંકળ અને હાથકડી પહેરેલા વ્યક્તિઓને લશ્કરી વિમાનમાં લઈ જતા જોવા મળ્યા હતા. શુક્રવારે (24 જાન્યુઆરી) ના રોજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર લશ્કરી વિમાનોએ સ્થળાંતર કરનારાઓને ઉડાન ભરવાનું શરૂ કર્યું, કારણ કે પેન્ટાગોન દક્ષિણ સરહદ પર વધુ સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું હતું. તે જ દિવસે મેક્સિકોએ ટ્રમ્પના વહીવટીતંત્રની વિનંતીને નકારી કાઢી હતી કે સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરનારા યુએસ લશ્કરી વિમાનને દેશમાં ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવે, એમ એક યુએસ અધિકારી અને એક મેક્સીકન અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું. રવિવારે (26 જાન્યુઆરી) કોલંબિયાએ બે યુએસ લશ્કરી વિમાનોને પાછા ખેંચી લીધા હતા જે સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરીને દક્ષિણ અમેરિકન દેશ તરફ ઉડાન ભરી રહ્યા હતા. બાદમાં, ટ્રમ્પ અને કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ વેપાર યુદ્ધની અણી પરથી પાછા ખેંચી લીધા હતા જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે કોલંબિયા દેશનિકાલ કરાયેલા સ્થળાંતર કરનારાઓને પરિવહન કરતા લશ્કરી વિમાનોને સ્વીકારવા સંમત થયા છે. 

આગળ વધતાં, અમને એક વેબસાઇટ પર વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ જેવી જ એક છબી મળી. હેડલાઇન મુજબ, છબી યુએસ સૈન્યને DHS સાથે સંયુક્ત દેશનિકાલ ફ્લાઇટ્સ ચલાવતી બતાવે છે.

સમાન છબી ધરાવતા અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “દેશનિકાલ મિશન કરતી બે યુએસ એરફોર્સ સી-૧૭ ફ્લાઇટ્સ કોલંબિયામાં ઉતરાણ માટે રાજદ્વારી મંજૂરી ન મળ્યા બાદ પરત ફરી ગઈ,” યુએસ અધિકારીઓએ 26 જાન્યુઆરીએ એર એન્ડ સ્પેસ ફોર્સિસ મેગેઝિનને જણાવ્યું હતું.

સી-૧૭ ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા અટકાયત કરાયેલા લોકોને દેશનિકાલ કરી રહ્યા હતા. તેઓ 25 જાન્યુઆરીની સાંજે સ્થાનિક સમય મુજબ કેલિફોર્નિયાના મરીન કોર્પ્સ એર સ્ટેશન મીરામારથી બોગોટા, કોલંબિયા તરફ ઉડાન ભરી હતી. પહેલી ફ્લાઇટ, જેનો કોલસાઇન રીચ 538 હતો, તે હ્યુસ્ટનમાં રોકાતા પહેલા ટેક્સાસ નજીક ગલ્ફ કોસ્ટ સુધી પહોંચી ગઈ. બીજી સી-૧૭, જેનો કોલસાઇન રીચ 539 હતો, થોડા કલાકો પછી ઉડાન ભરી અને તેના પ્રસ્થાન પછી તરત જ બેઝ પર પાછી ફરી, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે. યુએસ અધિકારીઓએ ડાયવર્ઝનની પુષ્ટિ કરી…”

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે તેની વેબસાઇટ પર વીડિયો જાહેર કર્યો.

સમાન અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં કોલમ્બિયન સ્થળાંતર કરનારાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં દેખાતા લોકો ભારતીય નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

Fact Check By: Frany Karia 

Result: False