આ મુર્તિ ગતવર્ષે મધ્ય પ્રદેશના ગુનામાં મળી આવી હતી. ગુજરાતના જૂનાગઢમાંથી આ મુર્તિ મળી આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, બે ખેડૂતો જમીન માંથી એક મુર્તિ મળી આવ્યા બાદ તેની પાસે બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૂનાગઢના ખેડૂતોને ચમત્કારિક મુર્તિ મળી આવી તેનો આ ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢના ખેડૂતોને ચમત્કારિક મુર્તિ મળી આવી તેનો આ ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલો આ જ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ મુર્તિ મધ્યપ્રદેશના ગુનામાં મળી આવી હતી, જે કાળા કલરના પત્થરમાંથી 1000 વર્ષ પહેલા બનાવવામાં આવી હોવાનું અનુમાન છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને આજતક દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો જેની સાથે પણ આ જ ખેડૂતનો ફોટો જોઈ શકાય છે. તેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મધ્યપ્રદેશના ગુનામાં એક ખેડૂતને તેના ખેતરમાં ખેડાણ કરતી વખતે ભગવાન વિષ્ણુની દુર્લભ મૂર્તિ મળી. આ પ્રતિમા 2 હજાર વર્ષ જૂની હોવાનું કહેવાય છે. મૂર્તિનું કદ અંદાજે 3 ફૂટ છે. વેંકટેશ્વરના રૂપમાં ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં સુદર્શન ચક્ર, પંચજન્ય શંખ, કૌમોદકી ગદા અને પદ્મ કમળ ધરાવે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ મળવાના સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા અને મોટી ભીડ એકઠી થઈ ગઈ.”

તેમજ યુટ્યુબ પર એક ચેનલ દ્વારા આ જે ખેડૂતના ખેતર માંથી મુર્તિ મળી તેની નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના જૂનાગઢનો નહિં પરંતુ મધ્યપ્રદેશના ગુનામાં ગત વર્ષે મળી આવેલી મુર્તિનો છે. જૂનાગઢ માંથી મુર્તિ મળી હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર જૂનાગઢના ખેતર માંથી ચમત્કારિક મુર્તિ મળી આવી…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
