આ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાની અફવા તદ્દન ખોટી છે. તેને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપ્યા બાદ ડોક્ટરોએ તેને તે જ દિવસે રજા આપી દીધી હતી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ હલ્યા વિના સીધો ઊભો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિના શરીરમાં કોઈપણ પ્રકારની હલનચલન થતી નથી. બાદમાં તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યો છે. આ પોસ્ટને દાવા સાથે શેર કરવામાં આવી છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિનું ઉભા-ઉભા જ મોત થઈ ગયું છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pradep Thakur નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિનું ઉભા-ઉભા જ મોત થઈ ગયું છે.”
Facebook | Fb post Archive | Fb video archive
Facebook | Facebook | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને NG72.RU નામની વેબસાઈટ પર 2015નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વીડિયોનો ભાગ જોવા મળે છે. જે રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ વીડિયો કજાકિસ્તાનનો છે. ત્યાં તાલડીકોર્ગનના એક શોપિંગ મોલમાં એક આધેડ વયનો માણસ જામી ગયો હોવાના અહેવાલ છે. તેની નજર એક જગ્યાએ ટકેલી હતી. આ પછી મોલના સ્ટાફે મેડિકલ ટીમને બોલાવી. ડોક્ટરોએ માણસને સ્ટ્રેચર પર મૂક્યો અને તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેઓએ તેની સારવાર માટે જરૂરી પગલાં લીધા. જો કે, આ રિપોર્ટમાં ક્યાંય પણ વ્યક્તિના મૃત્યુ વિશે લખવામાં આવ્યુ ન હતુ.

તેમજ વધુ સર્ચ કરતા અમને રશિયન વેબસાઇટ tvzvezda.ru પર વર્ષ 2015માં પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જેમા માહિતી આપવામાં આવી હતી કે, “વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ નશાની હાલતમાં હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર કર્યા બાદ તે જ દિવસે તેને રજા આપવામાં આવી હતી.”

આ થવાનું કારણ શું છે.?
આ બાબતે અમે પ્રખ્યાત અને ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર કૃણાલ (MD) જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, દારૂના નશામાં હોવાથી આ વ્યક્તિ અચાનક ‘કોમા’માં પહોચી ગયો હોવો જોઈએ. વધુ પડતા પીવાના પરિણામે કેટલાક લોકોને આ સ્થિતિ થઈ શકે છે. પરંતુ તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તેઓ શાંતિથી બેઠા હોય. જો તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને શરીરમાંથી આલકોહોલ દૂર કરવામાં આવે તો તેઓ સ્વસ્થ થઈ જાય છે. શોપિંગ મોલમાં ફરતી વખતે બનેલી આ ઘટના દુર્લભ છે. દારૂના વધુ પડતા સેવનના કારણે આવા લોકોને લાગે છે કે તેઓ લાંબા સમય સુધી બેભાન છે. તેમજ તેમને અસ્થિર લાગે તે સામાન્ય છે. વધુ પડતી દારૂ પીવાના અને ડ્રગના ઉપયોગના કારણે આ સ્થિતિનું કારણ બની શકે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાની અફવા તદ્દન ખોટી છે. અતિશય દારૂ પીવાને કારણે તે મૃત્યુ જેવી અસ્થિર સ્થિતિમાં પહોંચી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. જૂની સ્થિતિમાં પરત ફર્યા બાદ ડોક્ટરોએ તેને તે જ દિવસે રજા આપી દીધી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કજાકિસ્તાનના 8 વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
