આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ઘણા લોકોને ખાડામાં ધકેલી દેવામાં આવે છે અને સશસ્ત્ર માણસો દ્વારા તેને મારી નાખવામાં આવે છે આ એક વિચલિત કરી દેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તુર્કીમાં આવેલા ભૂકંપમાં નબળુ કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ત્યાની સેના દ્વારા મારી નાખવામાં આવ્યો તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Patel Pankajkumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તુર્કીમાં આવેલા ભૂકંપમાં નબળુ કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ત્યાની સેના દ્વારા મારી નાખવામાં આવ્યો તેનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Haksozhaber નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ધ ગાર્ડિયન ન્યૂઝપેપરમાં મધ્ય પૂર્વના સંવાદદાતા માર્ટિન ચુલોવ દ્વારા “ટાડામન હત્યાકાંડ: સીરિયાનો સિક્રેટ વોર ક્રાઈમ” શીર્ષકનો લેખ પ્રકાશિત થયો હતો. આ પોસ્ટમાં, 16 એપ્રિલ, 2013 ના રોજ, સીરિયન રાષ્ટ્રપતિ બશર અસદની મિલિટરી ઇન્ટેલિજન્સ ની 227 મી યુનિટ, જે તેની ક્રૂરતા માટે જાણીતી છે, તેણે રાજધાનીના દક્ષિણમાં, સરમુખત્યારના મહેલથી માત્ર 1 કિમી દૂર, તાદામોન જિલ્લામાં 41 નાગરિકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા.”

આ ક્લુને લઇ અમે વધુ સર્ચ કરતા અમને ન્યુ લાઈન્સ મેગેઝિનનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “વીડિયો સીરિયન સૈન્ય કર્મચારીઓનો છે, તેઓએ 16 એપ્રિલ 2013ના રોજ તાદામોનના દમાસ્કસ જિલ્લામાં નરસંહાર કરતા દર્શાવવામાં આવ્યા હતા.”

તેમજ ધ ગાર્ડિયન દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયોને પ્રસારિત કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આ વિડિયો 2019 માં સંશોધકો અન્સાર શાહહૌદ અને Uğur Ümit Üngör ને લીક કરવામાં આવ્યો હતો અને તેને પ્રમાણિત કર્યા પછી 2022 માં જાણ કરવામાં આવી હતી. વિડિયોમાં મિલિટરી ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની શાખા 227 સાથે જોડાયેલા સીરિયન સશસ્ત્ર દળોના સૈનિકો સામૂહિક ફાંસીની સજા આપતા દર્શાવવામાં આવ્યા હતા, અહેવાલમાં ઉમેર્યું હતું. લેખમાં વધુમાં ઉમેર્યું હતું કે વીડિયોના લાંબા સંસ્કરણમાં સૈનિકો લાશોના ખાડામાં પીડિતોના મૃતદેહોને આગ લગાડી રહ્યા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર તુર્કીમાં ભૂકંપ બાદ કોન્ટ્રાક્ટરોને મારવામાં આવ્યો તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
