શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને  એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઘનશ્યામ નગર ફલેટ્સમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસો આવ્યા તે વાત તદ્દન ખોટી છે. હાલ છેલ્લા 4 થી 5 દિવસમાં 30-32 પોઝિટીવ કેસ આવ્યા છે અને તેમાંથી પણ મોટા પ્રમાણ રિકવર થઈ ગયા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chintan Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.”

Facebook | Fb post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ એક સોસાયટીમાં 100થી વધૂ કોરોનાના પોઝિટીવ કેસો આવે તો તેની નોંધ સ્થાનિક મિડિયા દ્વારા લેવામાં આવી જ હોય. તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર આ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઘનશ્યામનગર ફ્લેટ્સ સોસાયટીના ચેરમેન ભરતભાઇએ જણાવ્યું હતું કે, “સોસાયટીમાં 100 જેટલા કેસો આવ્યા છે તેવો મેસેજ જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે એ ખોટો છે. સોસાયટીમાં માત્ર 30 જેટલા કેસ છે અને તેઓ હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા છે. 4થી 5 લોકો જ હોસ્પિટલમાં છે. કેટલાિક લોકો રિકવર પણ થઈ ગયા છે. લોકોએ ઘનશ્યામનગર સોસાયટીના નામે ખોટા મેસેજ વાઇરલ કર્યા છે. સોસાયટીમાં બહારના ફેરિયા કે શાકભાજીવાળાને પણ અંદર આવવા નથી દેતા તેમજ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવામાં આવે છે.” 

Divyabhaskar | Archive

તેમજ સોસાયટીના ચેરમન ભરત દોશીએ વીટીવી સાથેની વાત-ચીતમાં જણાવ્યુ હતુ કે, “ઘનશ્યામ નગર સોસાયટીમાં 100 કેસ નોધાયાની વાત તદ્દન ખોટી છે. સોસાયટીમાં 32 કેસ નોંધાયા છે. જેમાંથી ઘણા લોકોને રિકવર પણ થઈ ગયુ છે.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને અમદાવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત તદ્દન ખોટી છે. એક સાથે એક જ દિવસમાં કોઈ પણ સોસાયટીમાં 100 પોઝિટીવ કેસ આવ્યા નથી. આ વાત સત્યથી દૂર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઘનશ્યામ નગર ફલેટ્સમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસો આવ્યા તે વાત તદ્દન ખોટી છે. હાલ છેલ્લા 4 થી 5 દિવસમાં 30-32 પોઝિટીવ કેસ આવ્યા છે અને તેમાંથી પણ મોટા પ્રમાણ રિકવર થઈ ગયા છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False