મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનો વીડિયો કોરોનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના આ સમાચારો સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક વિના સ્પીડ બોટ ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતમાં કોરોના આવ્યો એ પહેલાંનો છે. આ વીડિયો વર્ષ 2019 માં ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના તળાવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ સમયનો છે. આ વીડિયોને કોરોના મહામારી કે માસ્કના નિયમો સાથે કોઈ જ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક પેજ દ્વારા 09 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અલા …? એ માસ્ક વગર … કેટલા નો દંડ ? . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક વિના સ્પીડ બોટ ચલાવી રહ્યા છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને BBC News Gujarati દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 સપ્ટેમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તળાવમાં સ્કિઇંગ કરતા નજરે પડ્યા. તેમની પાછળ સુરતના હીરા કારોબારી સવજી ધોળકિયા બેઠા હતા. રૂપાણીએ અમરેલીના દુધાળા ગામે ‘નારણ સરોવર’નું લોકાર્પણ કર્યું. આ તળાવ ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત ઊંડું કરવામાં આવ્યું. લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતા.

Archive

ઉપરોક્ત માહિતી સાથેના સમચાર વીટીવી ગુજરાતી દ્વારા 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

screenshot-www.vtvgujarati.com-2021.01.12-21_00_03.png

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.in | gstv.in | gujaratimidday.com

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. જેને કોરોના મહામારી અને માસ્કના નિયમો સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. જેને કોરોના મહામારી અને માસ્કના નિયમો સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનો વીડિયો કોરોનાના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False