
હાલ સોશિયલ મિડિયામાં ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જૂદા-જૂદા સાઈનબોર્ડના ફોટો પર કાળો કલર કરવામાં આવેલો જોવા મળી રહ્યો છે. જેમાં એક ફોટોમાં બે વ્યક્તિ સીડી પર ચઢી અને હિન્દીમાં લખેલા નામ પર કાળો કલર લગાવી રહ્યા છે. જ્યારે તમામ સાઈન બોર્ડમાં પંજાબીમાં લખેલા અક્ષરો પર કલર નથી કરવામાં આવ્યો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કિસાનો દ્વારા હિન્દીમાં લખવામાં આવેલા અક્ષરો પર કાળો કલર લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલના નહિં પરંતુ વર્ષ 2017ના છે. હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે તેને ખોટી રીતે જોડવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rakesh Bambhaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2021ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કિસાનો દ્વારા હિન્દીમાં લખવામાં આવેલા અક્ષરો પર કાળો કલર લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો માંથી એક ફોટો લઈ તેને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમમને હિન્દુસ્તાન ટાઈમ્સનો 25 ઓક્ટોબર 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટોને શેર કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “ઓક્ટોબર 2017માં માતૃભાષાને મહત્વ આપવા માટે માલવા યૂથ ફેડરેશન અને દલ ખાલસા દ્વારા વિશેષ મુહિમ ચલાવવામાં આવી હતી. જે અનુસાર રોડ પર લાગેલા સાઈન બોર્ડ પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખેલા નામ પર કાળી શાહી લગાવી દેવામાં આવી હતી.” આ અહેવાલમાં તમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જોઈ શકો છો.

તેમજ ઈન્ડિયા ટીવી, પંજાબ કેસરી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સહિતના મિડિયા હાઉસ દ્વારા વર્ષ 2017માં પ્રકાશિત અહેવાલોમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી અન્ય તસ્વીરો પણ જોવા મળી છે.
તેમજ યુટ્યુબ પર પણ મિડિયા એનાલિસિસ નામની ચેનલ પર વર્ષ 2017માં પ્રકાશિત વિડિયો પર તમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાંના દ્રશ્યો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલના નહિં પરંતુ વર્ષ 2017ના છે. હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે તેને ખોટી રીતે જોડવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર ખેડૂતો દ્વારા સાઈન બોર્ડ પર લખેલા હિન્દી અક્ષરો પર કાળો કલર કરવામાં આવી રહ્યો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
