જુલાઈ 2, 2018 ના રોજ, લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુક્તા અબ્બાસ નકવીએ મુંબઇમાં બોલતાં, જણાવ્યું હતું કે “છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં “કોઈ મોટા કોમી રમખાણો થયા નથી”

આ રેફર કરો:
https://www.hindustantimes.com/india-news/no-big-communal-riot-in-india-in-last-four-years-says-mukhtar-abbas-naqvi/story-6rFbli692M8OmgtJoioRwN.html

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ આવતી રાષ્ટ્રીય લોકશાહી જોડાણ સરકાર હેઠળની કોમવાદી હિંસા ત્રણ વર્ષમાં 28% થી વધી ગઈ જ્યારે 2017 માં આવી 822 “ઘટનાઓ” નોંધાઈ હતી -પણ તે ગૃહ પ્રધાન મંત્રીના આંકડાઓના ઇન્ડિયાસ્પેન્ડ વિશ્લેષણ મુજબ, 2008 માં 943 ઘટનાઓના દાયકા/દસકાના ઉચ્ચતમ સ્તરથી ઓછી હતી.

આ રેફર કરો:
https://www.business-standard.com/article/current-affairs/communal-violence-increases-28-under-modi-govt-yet-short-of-upa-high-118020900128_1.html
હકીકતો અલગ અલગ ઘટનાને સૂચવે છે, જો કે મુખ્ય પડકાર છે ડેટાનો સંગ્રહ કરવાનો. કેટલાક રાજ્યોમાં નહિવત રીતે કોમી હિંસા વધી રહી છે પણ ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં તે લોકોમાં તે સતત વધી રહી છે.

છેલ્લા 4 વર્ષમાં કોમી રમખાણો/બનાવો

સહારનપુર, ઉત્તર પ્રદેશ, જુલાઇ 25, 2014.
બલ્લભગઢ, હરિયાણા, 25 મે, 2015.
ઉત્તર કર્ણાટક (મુઘોલ, ચિક્કોડી, સુરપુર, ધારવાડ, કૌજલાગી, બેલગામ), 23-28 સપ્ટેમ્બર, 2015.
નાદિયા, પશ્ચિમ બંગાળ, 5 મે, 2015.
મલદા, પશ્ચિમ બંગાળ, 3 જાન્યુઆરી, 2016.
હાઝિનગર, પશ્ચિમ બંગાળ,

12 ઑક્ટોબર, 2016.
ધુલાગઢ, પશ્ચિમ બંગાળ 13 ડિસેમ્બર, 2016.
સહારનપુર, ઉત્તર પ્રદેશ, 5 મે, 2017.
બદુરીયા, પશ્ચિમ બંગાળ, 4 જુલાઇ, 2017.
મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ, 7 સપ્ટેમ્બર, 2017.
ભિમા કોરેગાંવ, પુણે, મહારાષ્ટ્ર, 1 જાન્યુઆરી, 2018.
કાસગંજ, ઉત્તર પ્રદેશ, 26 જાન્યુઆરી, 2018.

ગૃહ મંત્રાલયનો એક ભાગ, ધ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી), રાષ્ટ્રભરના અપરાધની નોંધ ભેગી કરે છે અને તેને જાળવી રાખે છે. આઇપીસીની કલમ 147 થી 151 હેઠળ રમખાણો રજીસ્ટર કરવામાં આવે છે, જ્યારે આઇપીસીની કલમના 153A હેઠળ “ધર્મભેદ અને જન્મ સ્થાનના આધારે શત્રુતાને વેગ આપવા સંબંધિત કિસ્સાઓ નોંધાયા છે.

તાજેતરના એનસીઆરબી આંકડા અનુસાર, 2016 માં આઈપીસીની કલમ 147 થી 151 અને 153A હેઠળ 61, 6174 રમખાણો નોંધાયા હતા જે 2014 માં થયેલા 66,042 રમખાણોથી 6% ઓછા છે.

એનસીઆરબીના આંકડા સૂચવે છે કે એકંદરે, 2014 અને 2016, વચ્ચે 2,885 કોમી રમખાણો નોંધાયા હતા.