પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પોતાની દિકરીને તેડી અને સંસદની બહાર વિરોધ કરતા એક યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને એબીપી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્લીમાં રેપ કાંડના વિરોધમાં સંસદની બહાર હાલમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્લીમાં રેપ કાંડના વિરોધમાં સંસદની બહાર હાલમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે વીડિયોમાં એબીપી ન્યુઝનો લોગો જોયો તો અમે એબીપી ન્યુઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ અંગે સર્ચ કરતા અમને 5 ડિસેમ્બર 2019ના પ્રસારિત આ જ વીડિયોનો અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હીમાં સંસદ નજીક કેટલાક વિરોધીઓ પહોંચ્યા. વિરોધીઓ બળાત્કાર કેસ સામે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી, ત્યારે કેટલાક યુવાનો હાથમાં ધ્વજ લઈને વિજય ચોકથી સંસદ તરફ દોડી ગયા. બળાત્કારની ઘટનાઓનો વિરોધ કરવા માટે 20-25 યુવાનોનું એક જૂથ વિજય ચોકમાં પ્લેકાર્ડ લઈને આવ્યું હતું. વિરોધીઓએ પીએમઓમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો. યુવાનો સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે અમને બળાત્કારથી મુક્તિ જોઈએ છે. જ્યારે લગભગ પચીસ છોકરીઓ અને મહિલાઓનું એક જૂથ બળાત્કારની ઘટનાઓનો વિરોધ કરવા માટે પ્લેકાર્ડ લઈને વિજય ચોક પર આવ્યું, ત્યારે પોલીસમાં તાત્કાલિક હોબાળો મચી ગયો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2023માં આ વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ દિલ્હી પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી સ્પષ્ટતા કરવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ અંગે વર્ષ 2023માં ફેક્ટ ક્રેસન્ડોની મલયાલમ ટીમ દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યુ હતુ. જે તમે આ લિંક ક્લિક કરી વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:વર્ષ 2019ના વિરોધ પ્રદર્શનના વીડિયોને હાલની ઘટના ગણાવી શેર કરવામાં આવી રહ્યી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


