જાણો પ્રયાગરાજ ખાતે મહાકુંભ માટેની ફ્લાઈટમાં કરવામાં આવેલી જાહેરાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાકુંભના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભ માટેની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે કરવામાં આવેલી જાહેરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રયાગરાજ મહાકુંભનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્લેનમાંથી લેવામાં આવ્યો ન હતો. વાસ્તવમાં અન્વેશ પટેલ નામના વીડિયોગ્રાફરે ડ્રોનની મદદથી આ વીડિયો ઉતાર્યો હતો અને તેના મિત્રની મદદથી વિદેશી પાયલોટનો વૉઇસઓવર આપ્યો હતો. આ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મહા કુંભ માટે પ્રયાગરાજ ફ્લાઈટ લેંન્ડિંગની જાહેરાત. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભ માટેની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે કરવામાં આવેલી જાહેરાતનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તેના સત્તાવાર એકાઉન્ટ પર 23 જાન્યુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો અન્વેશ પટેલ દ્વારા કેમેરા અને ડ્રોનની મદદથી લેવામાં આવ્યો હતો અને જેમાં વોઈસ ઓવર માનવનો જ છે ને તે કોપીરાઈટ છે.

Archive

unnamed.png

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમારી ફેક્ટ ચેક ટીમ દ્વારા અન્વેશ પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે, “આ વીડિયો પ્લેનમાંથી લેવામાં નથી આવ્યો. મેં આ વીડિયો ડ્રોન વડે લીધો અને પાયલોટનો વૉઇસઓવર AI અને તેના મિત્રની મદદથી બનાવવામાં આવ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રયાગરાજ મહાકુંભનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્લેનમાંથી લેવામાં આવ્યો ન હતો. વાસ્તવમાં અન્વેશ પટેલ નામના વીડિયોગ્રાફરે ડ્રોનની મદદથી આ વીડિયો ઉતાર્યો હતો અને તેના મિત્રની મદદથી વિદેશી પાયલોટનો વૉઇસઓવર આપ્યો હતો. આ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો પ્રયાગરાજ ખાતે મહાકુંભ માટેની ફ્લાઈટમાં કરવામાં આવેલી જાહેરાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading